Wed. Sep 18th, 2024

karnatak : મુખ્યપ્રધાન યેદિયુરપ્પાનું મોટું નિવેદન, કહ્યું “જ્યારે પણ રાજીનામું માગવામાં આવશે,એ જ દિવસે આપી દઈશ”

karnatak : રાજયમાં હાલ ભાજપનાં મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાને બદલવા માટેની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે મુખ્યમંત્રીની નજીકનાં ધારાસભ્યઓનું માનવું છે કે, મુખ્યમંત્રી બી.એસ યેદિયુરપ્પા પોતાનો 78 વર્ષીય કાર્યકાળ પૂર્ણ કરશે અને બે વર્ષ પછીની ચૂંટણી દરમિયાન પાર્ટીનું નેતૃત્વ કરશે.

જો કે, કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી સીએમ નારાયણે કહ્યું કે “મુખ્યમંત્રીનું રાજીનામું આપવાનો કોઈ સવાલ નથી અને હાલ આવી કોઈ ચર્ચા થઈ રહી નથી. વધુમાં ઉમેર્યું કે તેમણે હમણાં જ એક નિવેદન આપ્યું હતું કે પાર્ટી જે પણ નિર્ણય લેશે, તે તેનું પાલન કરશે, કારણ કે મુખ્યમંત્રી શિસ્તબદ્ધ નેતા છે.”

આ અગાઉ પણ એવી અટકળો વહેતી કરવામાં આવી હતી કે ભાજપ હાઈકમાન્ડ યેદિયુરપ્પાના વૃદ્ધત્વને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં પણ કર્ણાટકમાં નેતૃત્વમાં પરિવર્તનની વિચારણા ચાલી રહી હતી. તાજેતરમાં જ મહેસૂલ મંત્રી આર.અશોકએ કહ્યું હતું કે ” ઘણા ધારાસભ્યો અને ઘણા મંત્રીઓ પણ મુખ્યમંત્રીની બદલી માટે સહમત છે અને તે વાત સાચી છે કે મુખ્યમંત્રી બદલવા માટેની ચર્ચાઓ હાલ થઈ રહી છે.”

ભાજપ પાસે રાજ્યનાં નેતૃત્વ માટે કોઈ વિકલ્પ નથી-બી.એસ. યેદિયુરપ્પા

કર્ણાટકના મુખ્યપ્રધાન બી.એસ. મુખ્યમંત્રીએ કહ્યું કે, મને નથી લાગતું કે ભાજપ પાસે રાજ્યમાં નેતૃત્વ માટે કોઈ વિકલ્પ નથી. અને જે દિવસે પાર્ટીનાં હાઈકમાન્ડ મને રાજીનામું આપવા કહેશે, તે જ દિવસે હું રાજીનામું આપીશ. વધુમાં ઉમેર્યુ કે, જ્યાં સુધી દિલ્હી હાઈકમાન્ડને મારામાં વિશ્વાસ છે ત્યાં સુધી હું સતામાં રહીશ અને જ્યારે રાજીનામું આપવાનું કહેશે ત્યારે હું રાજીનામું આપીશ અને રાજ્યના કલ્યાણ માટે હંમેશા કામ કરીશ.

મળતા અહેવાલો મુજબ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી મુખ્યમંત્રી બી.એસ. યેદીયુરપ્પાને બદલવા માટેની અટકળો ચાલી રહી છે. ભાજપ દ્વારા મુખ્યમંત્રી બી.એસ. યેદીયુરપ્પાને બદલવા માટે કેટલાક પગલા પણ લેવામાં આવી રહ્યા છે. જોકે મુખ્યમંત્રીનાં નજીકનાં ધારાસભ્યઓએ પરિવર્તનની વાતને વખોડી કાઢી હતી અને મુખ્યમંત્રી કાર્યકાળ પૂર્ણ કરશે એવી આશા વ્યક્ત કરી હતી.

Related Post

Verified by MonsterInsights