Fri. Sep 20th, 2024

Mars Expensive Soil: 9 અબજ ડોલરનો ખર્ચ કરીને NASA લાલ ગ્રહ પરથી લાવશે ધૂળ અને માટીને, આ ધૂળ ધરતી પર આવશે દુનિયાની સૌથી મોંઘો પદાર્થ બની જશે

Mars Expensive Soil: અમેરિકાની સ્પેસ એજન્સી NASA મંગળ ગ્રહ પરથી એકત્ર કરવામાં આવેલી ધૂળ અને માટીને પૃથ્વી પર લાવવા માટે જઈ રહી છે. અગર આ ધૂળ ધરતી પર આવશે તો એ માનવી અને માનવજાત બંને માટે સૌથી મોંઘો પદાર્થ બની જશે.

ત્રણ મિશન દરમિયાન NASA લાલ ગ્રહ પર પૌરાણિક જીવનનાં નિશાનની તપાસ કરાવવા માટે 2 પાઉન્ડ મંગળ ગ્રહની માટીને પૃથ્વી પર લાવશે.

અગર આજના વર્તમાન કિંમતનાં સંદર્ભમાં જોવા જઈએ તો NASAનાં ત્રણ મિશન પર કુલ 9 બિલિયન અમેરિકન ડોલર ખર્ચ કરવા વાળી છે. એને કઈંક સમજવા જીએ તો NASA મંગળ ગ્રહ પરથી બે પાઉન્ડ માટી લાવવા માટે બે પાઉન્ડ સોનાની કિંમતનાં લગભગ બે લાખ ગણા વધારે પૈસા ખર્ચ કરશે.

આ માટીને ધરતી પર લાવ્યા બાદ તેના માધ્યમથી અનેક શોધ કરવામાં આવશે. અત્યાર સુધી મંગળ ગ્રહ પર ઉપસ્થિત રોવરનાં માધ્યમથી સપાટી પરની વિગતો મેળવી શકાતી હતી, જો કે આ પ્રથમ તક હશે કે જ્યારે કે વિજ્ઞાનીઓનાં હાથમાં ખરેખર લાલ માટી હશે.

આખરે લાલગ્રહની માટી આટલી મોંઘી કેમ?

બે પાઉન્ડ માટીને મંગળ ગ્રહ પરથી લાવવા માટે NASA ત્રણ મિશનને લાલ ગ્રહ પર મોકલશે. આ ત્રણ મિશન પર 9 અબજ અમેરિકન ડોલરનાં ખર્ચનો અંદાજ લગાડવામાં આવી રહ્યો છે. NASAનું પ્રથમ મિશન મંગળ ગ્રહની માટીનાં નમૂનાની તપાસ અને તેને ભેગી કરવી, બીજુ મિશન એ છે કે નમૂના ભેગા કરીને મંગળની કક્ષામાં લોન્ચ કરવા માટે લોન્ચરમાં પેક કરશે. જ્યારે કે એ જ સિકવન્સમાં ત્રીજા મિશન મંગળ ગ્રહની માટીને પૃથ્વી પર પરત લાવવામાં આવશે. આ દિશામાં પ્રથમ મિશન પરસિવરેન્સ રોવરનાં રૂપમાં જુલાઈ 2020માં લોન્ચ કરી દીધુ હતું.

Related Post

Verified by MonsterInsights