Wed. Sep 11th, 2024

OLAએ કર્યા ઈ-સ્કૂટર લોન્ચ : ગુજરાતમાં મળશે સૌથી વધુ સબસીડી, જાણો શું છે કિમત અને ફીચર

આપણે બધા ઓલા જર્વીસ વિશે જાણીએ છીએ. જે દેશમાં વાહન અને ખાસ કરીને કાર ભાડે આપે છે અને તે એક ખ્યાતનામ કંપની છે. હાલમાં જ આ કંપની દ્વારા એક સ્કુટર લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં આ કંપનીએ સ્કુટરનું S1 અને S1 પ્રો મોડેલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ માટે આ કંપની ઘણા સમયથી  કાર્ય કરી રહી હતી.

આ માટે છેલ્લા ઘણા સમયથી આ સ્કુટર લેનારાઓ માટે બુકિંગ શરુ કરવામાં આવ્યા હતા, આ જેમાં ગ્રાહક માત્ર 499 રૂપિયા જેટલી રકમ આપીને આ સ્કુટરને બુક કરતા હતા. આ સ્કુટર માટે છેલ્લા 24 કલાકની અંદર અધધ એક 100000થી વધારે બુકિંગ થયા હતા. આ હાલમાં જ લોન્ચ થતાની સાથે જ લોક પ્રિય બનતું જતું સ્કુટર છે.

આ સ્કુટર અલગ અલગ 10 કલરમાં મળે છે. આવનારા સપ્ટેબર મહિનામાં વ્યાપારીં ધોરણે આ સ્કુટરનું વેચાણ ચાલુ કરવામાં આવશે. જેની એક માસની અંદર તેના ગ્રાહકોને ડીલીવરી મળી જશે. આ માટે ઓલા દ્વારા એક વેબસાઈટ બનાવવામાં આવી છે જેના દ્વારા આ સ્કુટર બુક થાય છે.

આ સ્કૂટરની ખાસિયત જોઈએ તેમાં S1 મોડેલમાં 8.5 કિલોવોટ પીક પાવર જનરેટર કરનારી મોટર લગાવવામાં આવેલી છે. જે 0 થી 40 કિલોમીટર સુધીની સ્પીડ માત્ર 3 સેકંન્ડમાં પકડી લે છે. તેની ટોપ સ્પીડ 115 કિમી પ્રતિ કલાક છે. એક વખત બેટરી ચાર્જ કરવાથી 181 કિમી સુધીની રેંજ આપે છે.

આ સ્કુટરમાં બીજી અનેક સુવીધાઓ આપવામાં આવી છે જેમાં રાઈડીંગ માટે નોર્મલ, સપોર્ટ અને હાઈપર મોડ લગાવવામાં આવ્યા છે. આ સ્કુટરમાં આપેલી બેટરીને ચજીંગ કરતા 6 કલાક જેટલો સમય લાગે છે. પરંતુ ઓલા ફાસ્ટ ચાર્જરની મદદથી માત્ર 18 મિનીટમાં લોન્ચ કરી શકાય છે.

આ S1 ઇલેક્ટ્રિક સ્કૂટરનાં બેઝ વેરીએન્ટની કિંમત 99,999 રૂપિયા રાખવામાં આવી છે. જયારે ઓલા એસ વન પ્રોની ની કિંમત 129999 રૂપિયા રાખવામાં આવી છે, પરંતુ આ રકમમાં દરેક રાજ્યોમાંથી સબસીડી મળવા પાત્ર છે, જેનાથી ગ્રાહકને આ સબસીડીના આધારે આ સ્કુટર મળી શકે છે. આ ઓલા ઇલેક્ટ્રિકલ સ્કુટરમાં  એપની મદદ વડે લોક અને અનલોક કરવાની સુવિધા આપવામાં આવે છે.

આ સિવાય આધુનિક સીસ્ટમ પણ મૂકવામાં આવી છે જેના લીધે તેના સેન્સરની મદદ વડે આ સ્કુટર તમને હાઈ અને તમ બહાર જાવ ત્યારે બાય કહે છે. આ એક એવું સ્કુટર છે કે જેમાં રીવર્સ મોડ સુવિધા મળે છે.

તેમાં સ્પીડ માપવા માટે સ્પીડોમીટર મુકવામાં આવ્યા છે. જે તમને અલગ અલગ ફોરમેટમાં મળી રહે છે. જેમાં ડીજીટલ નંબર, નંબર વગેરે ફોરમેટમાં રાખી શકાય છે. જેમાં ફેસ પ્રમાણે અવાજ આવે છે. આ  સ્કુટર વોઈસ કમાન્ડથી કન્ટ્રોલ થાય છે. જેમાં તમે આ રીતે કમાંડ દ્વારા જ ગીત વગેરે સાંભળી શકશો. જયારે અવાજ પણ આ રીતે વધારી શકાય છે.

આ સિવાય તમારા માં કોઈનો કોલ આવે તો પણ સ્ક્રીન પર ટેપ કરીને ઉપાડી શકાય છે. જેના લીધે હવે ફોન કાઢવાની જરૂર નહિ રહે. આ સ્કુટર દેશના 400 શહેરોમાં 100,000થી વધારેની લોકેશન અથવા ટચપોઈંન્ટસ પર હાઈપરચાર્જર લગાવવાની જાહેરાત કરી છે. જેના લીધે આ ગ્રાહકોને હવે કોઈ અસુવિધા નહિ થાય. હાલમાં આ વિશેની બધી જ માહિતી ઓલાની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

આ ઓલા સ્કુટરમાં બુટ રાખવાની જગ્યા પણ અને સાથે બે હેલ્મેટ રાખવાની જગ્યા પણ આપવામાં આવી છે. આ એક ખુબ જ સસ્તું મળતું આવી સુવિધા આપતું સ્કુટર છે. જેની સબસીડી બાદ ગુજરાતમાં એસ વન મોડેલનું સ્કુટર 79,999 રૂપિયા અને એસ વન પ્રો સ્કુટર 109,999 રૂપિયામાં મળી શકશે.

Related Post

Verified by MonsterInsights