નવી દિલ્હી: આ દુનિયામાં કેટલા પ્રકારના અજીબોગરીબ લોકો મળી આવે છે. અમુકમાં ગજબના હુનર હોય છે, જ્યારે અમુક લોકોને કુદરતીરીતે બીજાથી અલગ પાડે છે. નાનાપણમાં તમે ચુંબકથી ખૂબ રમ્યા હશો, ચુંબક એક એવી ધાતુ છે, જેના પર લોખંડથી બનેલી કોઈ ફણ વસ્તુ ચોંટી જતી હોય છે. પણ શું તમે ક્યારેય એવા કોઈ વ્યક્તિને જોયો છે. જેના શરીરમાં ચુંબક ફીટ હોય. ત્યારે હાલમાં એક આવા શખ્સનો વીડિયો વાયરલ થયો છે. જેને જોઈને તમે નવાઈ પામશો. ઈરાનમાં આવો જ એક માણસ રહે છે.
જેનુ શરીર પણ ચુંબકથી જરાયે ઉતરતુ નથી. હકીકતમાં તેના શરીરમાં કોઈ પણ વસ્તુ ચોંટી જાય છે. ઈરાનમાં રહેતા અબોલફજ્લ પોતાની જાતે કોઈ ચમત્કારથી જરાયે ઉતરતો નથી. હકીકતમાં તેના શરીર પર કોઈ વસ્તુ એવી રીતે ચોંટી જાય છે, જાણે કે ચુંબક ન હોય. ઈરાનના અબોલફજ્લ સાબિર મોખ્તારી નામના શખ્સે દુનિયાને હેરાન કરી દીધી છે. આ શખ્સના શરીરમાં ખબર નહીં એવુ શું છે કે, કાંચ, લાકડી, લોખંડની બનેલી વસ્તુ ચોંટી જાય છે. આપને જણાવી દઈએ કે, આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખથી વધારે લોકો જોઈ ચુક્યા છે.