Wed. Sep 11th, 2024

Pashu Kisan Credit Card Scheme : પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં પશુપાલકોને લોન મળશે, જાણો વિગતો

પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના : સરકારે દેશમાં ખેડૂતોની આવક વધારવા માટે વિવિધ યોજનાઓ શરૂ કરી છે. કિસાન ક્રેડિટ યોજનાની જેમ જ સરકારે હવે પશુપાલકો માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરવામાં આવી છે.

આ યોજના પશુપાલનને ગતિ આપશે અને દૂધના ઉત્પાદનમાં વધારો કરશે. આ યોજનામાં ગાય અને ભેંસ સિવાય મત્સ્યોદ્યોગ, મરઘાં અને ઘેટાં અને બકરી ઉછેર માટે લોન પણ આપવામાં આવે છે.

ખેડુતો કિસાન ક્રેડિટ કાર્ડથી વાકેફ હશે પરંતુ હવે કિસાન ક્રેડિટ કાર્ડથી તો લગભગ ખેડૂતો અવગત હશે પણ હવે સરકારે પશુપાલકો માટે પણ એક યોજના બહાર પાડી છે. જેમાં ગાય અને ભેંસ પર બેંકમાંથી લોન અને સહાય મળશે. આ માટે ખેડૂત હોય કે ન હોય પરંતુ જો તમે પશુપાલન કરતા હોય અને બેંક એકાઉન્ટ હોય તો પણ તમને પશુ કિસાન ક્રેડિટ કાર્ડ મળશે.

પશુપાલન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ પશુપાલન અથવા લોન લેનારને ગેરંટી વગર 1.60 લાખ રૂપિયા સુધીની લોન મળશે. આ યોજના 7% વ્યાજ દરની લોન આપશે. તેમાંથી 3 ટકા કેન્દ્ર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવી રહી છે.

જો તમે પશુ ખેડૂત કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવા માંગો છો, તો તમારે પહેલા તમારી બેંકમાં કેવાયસી જમા કરાવવું પડશે. આધારકાર્ડ, પાનકાર્ડ, વોટર આઈડી કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો જમા કરાવવો પડશે. પછી તમારે બેંકમાંથી ફોર્મ લેવું પડશે અને ભરવું પડશે. તમારા દ્વારા આપવામાં આવેલી માહિતીની ચકાસણી કર્યા પછી, તમારું પશુ કિસાન ક્રેડિટ કાર્ડ બનશે.

 

Related Post

Verified by MonsterInsights