નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટરના એકના એક પુત્રનું ગઇકાલે સાંજના સુમારે ઉંઝા હાઇવે પર આવેલા હાસપુર-ડુંગરપુર માર્ગ પર અકસ્માતમાં મોત નિપજ્યું હતું. મૃતકના પિતા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. અકસ્માત અંગે વિગતે મળતી માહિતી અનુસાર પાટણ નગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને અંબાજી નેળીયા વિસ્તારમાં રહેતા જસીબેન સીતારામ પટેલનો 25 વર્ષીય પુત્ર વિશ્વ પટેલ ગઇકાલે સાંજના સુમારે સ્વીફ્ટ ડિઝાયર ગાડી GJ-24-k-3996 લઇને ઉંઝા હાઇવે પર આવેલા હાસાપુર ડુંગરીપુરા માર્ગપરથી પસાર થઇ રહ્યો હતો.

અગમ્યકારણોસર ગાડીના સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી ગાડી રોડ સાઇડમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાતા ગંભીર ઇજાના કારણે વિશ્વ પટેલનું મોત નિપજ્યું હતું. મૃતક વિશ્વ પટેલ બે બહેનો વચ્ચે એકનો એક ભાઇ હતો. આ બનાવના પગલે હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકો અને ખેતરમાં કામ કરતા લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. મૃતકના પરિવારજનોએ અકસ્માતની જાણ કરતા પણ ઘટના સ્થળે દોડી આવતા કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.
આ અકસ્માતની ઘટના અંગે મૃતકનાં પિતા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક 25 વર્ષીય વિશ્વ પટેલ કોર્પોરેટરનો એકનો એક પુત્ર હતો. આ ગોઝારા અકસ્માતમાં બે બહેનોએ પોતાનાં એકનો એક ભાઇ ગુમાવ્યો હતો. વિશ્વ પટેલ પાટીદાર એકતા સમિતીનો સક્રિય સભ્ય હતો.