Sat. Oct 5th, 2024

PM નરેન્દ્ર મોદી બન્યા વિશ્વનાં સૌથી લોકપ્રિય નેતા, જાણો કેમ બન્યા આટલા પ્રખ્યાત

નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી સતત અનેક મુદ્દાઓને લઈને સમાંચારો અને તેમની સિદ્ધિઓ માટે છવાયેલા રહેતા હતા. જ્યારથી તે વડાપ્રધાન બન્યા છે ત્યારથી તેમની સિદ્ધિઓમાં અનેક ગણો વધારો થયો છે. આંતરાષ્ટ્રીય અનેક મુદ્દાઓમાં તેમની પ્રશંસા થાય છે. તેઓ વિશ્વના અનેક મુદ્દાઓ અને દેશમાં બનાવેલા અનેક પ્રોજેક્ટ વગેરેને લીધે દેશમાં અને દુનિયામાં ખુબ જ લોકપ્રિય નેતા બન્યા છે.

વિશ્વના થયેલા અનેક સર્વેમાં પણ તેઓ લોકપ્રિયતામાં પ્રથમ નંબરે રહ્યા હતા. હાલમાં જથયેલા સર્વે પ્રમાણે તેનો વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બની ગયા છે. ધ મોર્નિંગ કન્સલ્ટન્ટ સર્વેમાં તેઓ લોકપ્રિય નેતામાં સમાવેશ થયો છે.

ધ મોર્નિંગ કન્સલ્ટનો સર્વે

તે સર્વે મુજબ વડાપ્રધાન મોદીએ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન અને બ્રિટીસ વડાપ્રધાન બોરીન જોનસન જેવા અનેક નેતાઓની આગળ નીકળી ગયા છે. આ રીતે નરેન્દ્ર મોદીનું એપ્રુવલ રેટીંગ 70 ટકા કર્યું છે.

આ રિપોર્ટ મુજબ વડાપ્રધાન મોદી વિશ્વના ઘણા રાષ્ટ્રપતિઓથી આગળ છે. આ પ્રમાણે મોદીએ મેક્સિકન આંદ્રે મેન્યુઅલ લોપેજ ઓબ્રાડોર, ઇટાલીના વડાપ્રધાન મારિયો દ્રાઘી, જર્મન ચાન્સેલર જેવા અન્જેલા મર્કેલ જેવા ઘણા નેતાઓ થી આગળ નીકળી ગયા અને તેનાથી લોકપ્રિયતા વધારે મેળવી છે.

આ રીતે થયેલા ધ મોર્નિંગ મુજબ જયારે કોરોનાની બીજી લહેર ચાલી રહી હતી, ત્યારે નરેન્દ્ર મોદી દેશમાં લોકપ્રિયતામાં થોડો ઘટાડો જોવા મળતો હતો. ઘણા લોકોના પરિવાર જનોએ જીવ ગુમાવ્યા અને ઓક્સીજન તંગી જેવા મામલામાં મોદીની લોક ચાહના ઓછી હતી. જયારે આ પછી તાત્કાલિક વેક્સીનેશન અને વેક્સીનેશન કામગીરીને ઝડપી બનાવી વગેરે જેવા અનેક કારણે મોદીનું લોક ચાહના વધવા લાગી છે.

જયારે 2020માં મોદીની લોક ચાહના રેટિંગ 84 ટકા સુધી પહોંચ્યું હતું. જયારે આ સમયે કોરોનાના કેસો દેશમાં ઘટી રહ્યા હતા. જયારે હાલમાં પણ વેક્સીનેશન જેવા કામગીરીને લીધે મોદીને લોકપ્રિયતા વધારો થતો જોવા મળયો છે.

આમ નરેન્દ્ર મોદીએ મોર્નિંગ કન્સલ્ટન્ટ એપ્રુવલ અને ડીસએપ્રુવલમાં 7 દિવસનું મુવિંગ એવરેજના આધરે કાઢવામાં આવ્યું છે. જેમાં મોદીની લોક ચાહના અને લોક પ્રિયતા વધી છે. આ માટે હાલમાં 2126 લોકોનું ઈન્ટરવ્યું કરવામાં આવ્યું હતું.

Related Post

Verified by MonsterInsights