પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે પાંચ વાગે દેશને સંબોધન કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા ટ્વીટ કરીને આ અંગે જાણકારી અપાઈ છે.
આ મુદ્દાઓ પર કરી શકે છે ચર્ચા
નોંધનીય છે કે આજથી જ દેશના અનેક ભાગોમાં કોરોનાની બીજી લહેરનો પ્રભાવ ઓછો થતાની સાથે જ અનલોકની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ બધા વચ્ચે પીએમ મોદીનો આજનું સંબોધન ખુબ મહત્વનું મનાઈ રહ્યું છે. એવી આશા વ્યક્ત કરાઈ રહી છે કે અનલોકની પ્રક્રિયા વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકવાર ફરીથી દેશની જનતાને દવા પણ અને કડકાઈ પણ જેવો સંદેશ આપી શકે છે. આ દરમિયાન તેઓ લોકોને સાવધાની વર્તવાની અપીલ કરી શકે છે. જાણકારોનું માનવું છે કે દેશમાં કોરોના રસીકરણ અભિયાનને લઈને પણ કઈક મહત્વનો સંદેશ પ્રધાનમંત્રી આપી શકે છે.
આજથી દેશના અનેક ભાગોમાં અનલોકની પ્રક્રિયા શરૂ
દેશની રાજધાની દિલ્હીમાં સ્થિતિ સુધરતા આજથી દિલ્હી મેટ્રો સેવા લગભગ ત્રણ અઠવાડિયા પછી બહાલ કરાઈ છે. આ સાથે જ મુંબઈમાં બસ સેવા અને લોકલ ટ્રેન સર્વિસને પણ શરતો સાથે શરૂ કરાઈ છે. જો કે દિલ્હી મેટ્રો નિયમો સાથે શરૂ કરાઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે મેટ્રોમાં 50 ટકા ક્ષમતા સાથે મુસાફરોને બેસાડાશે અને ઊભા રહીને મુસાફરી કરવાની મંજૂરી નહીં રહે. વિવિધ લાઈનો પર ફક્ત અડધી ટ્રેનો જ સંચાલિત થઈ રહી છે. મુસાફરોને દર પાંચથી 15 મિનિટના ગાળે મેટ્રો ટ્રેન મળશે.
મહારાષ્ટ્રમાં સામાન્ય લોકો મુસાફરી નહીં કરી શકે ટ્રેનોમાં
મહારાષ્ટ્ર સરકારની અનલોકની યોજનાના ત્રીજા તબક્કામાં મુંબઈમાં સોમવારે લોકલ ટ્રેનો શરૂ કરાઈ છે. બીએમસી દ્વારા બહાર પાડવામાં આવેલા દિશા નિર્દેશો મુજબ લોકલ ટ્રેનોમાં ખાસ શ્રેણીના લોકો જ મુસાફરી કરી શકશે. મહારાષ્ટ્ર સરકાર તરફથી શુક્રવારે બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ લોકલ ટ્રેનો ચિકિત્સા, કેટલીક જરૂરી સેવાઓ માટે ઉપલબ્ધ રહેશે. પરંતુ નિગમ પ્રશાસનને જરૂરિયાત મુજબ વધારાના પ્રતિબંધો લગાવવાના અધિકાર અપાયા છે.
બસ સેવા બહાલ
મુંબઈમાં લોકો માટે બસ સેવા ફરીથી શરૂ થઈ છે. BEST એ કહ્યું કે મુસાફરોની સંખ્યા કોઈ પણ બસમાં સીટોથી વધુ નહીં હોય. આ સાથે જ લોકોએ માસ્ક પહેરવું જરૂરી રહેશે.