PORBANDAR : આજે 15 ઓગષ્ટ આઝાદીના પર્વ નિમિત્તે પોરબંદરમાં દરિયાના મોજા વચ્ચે અનોખી દેશદાજ જોવા મળી. પોરબંદરના દરિયામાં ઉછળતા તોફાની મોજાઓ વચ્ચે શ્રીરામ સ્વિમિંગ ક્લબના યુવાનો દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યો હતો.
પરંતુ સ્વિમિંગ ગ્રૂપના સભ્યોને પ્રેક્ટિસ હોવાથી દરિયામાં તિરંગો લહેરાવવામાં કોઈ સમસ્યા ન નડી. શ્રીરામ સ્વિમિંગ ક્લબના સભ્યો પાછલા 21 વર્ષથી 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટે દરિયામાં તિરંગો લહેરાવી રાષ્ટ્રગાન કરીને સલામી આપે છે. આ કાર્યક્રમમાં દર વર્ષે મહિલાઓ અને યુવાનો પણ જોડાય છે.