પોરબંદર શહેરના ટ્રાફિકથી ધમધમતા પારેખ ચકલા વિસ્તારમાં એક દુકાનની ઉપરના ભાગે આવેલા મકાનનો કેટલોક જર્જરીત ભાગ ધડાકાભેર તૂટી પડ્યો હતો. સદ્નશીબે રવિવાર હોય અને લોકોની અવર જવર નહીં હોવાથી મોટી દુર્ઘટના ટળી ગઇ હતી. પાલિકા દ્વારા જર્જરીત મકાનોને નોટીસ આપી અને સંતોષ માની લેવામાં આવે છે. પાલિકાની આ ગંભીર બેદરકારીના કારણે શહેરમાં અવાર નવાર જર્જરીત મકાનોના કેટલાક ભાગ ધરાશાઇ થવાની ઘટના સામાન્ય બની ગઇ છે.

આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ પોરબંદરના સોનીબજાર વિસ્તારમાં પારેખ ચકલા નજીક કનૈયા જવેલર્સ નામની દુકાનના ઉપરના ભાગે રહેણાંક મકાન આવેલું હોય આ મકાનનો શૌચાલયનો જર્જરીત ભાગ દુકાનની અંદર ધડાકાભેર પડ્યો હતો. આજે રવિવાર હોવાથી દુકાન બંધ હતી જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટનાની જાણ થતા દુકાનના માલીક દોડી ગયા હતા અને આ અંગે પાલિકાને પણ જાણ કરવામાં આવી હતી. આ જર્જરીત મકાન પ૦ વર્ષથી પણ વધુ જૂનું છે. તેના સમારકામ કરવા માટે અને જર્જરીત ભાગને તોડી પાડવા અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે છતાં કોઇ કામગીરી કરવામાં આવતી નથી. જેના કારણે દુકાન માલીકે નારાજગી વ્યક્ત કરી હતી. શહેરના કેટલાક વિસ્તારોમાં જર્જરીત મકાનો જોવા મળી રહ્યાં છે. ચોમાસા પૂર્વે પાલિકા દ્વારા માત્ર નોટીસ આપીને કામગીરી કર્યાનો સંતોષ માની લેવામાં આવે છે. પાલિકા દ્વારા કોઇ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. જેથી વારંવાર મકાનોના જર્જરીત ભાગ તૂટી પડવાની ઘટના બને છે.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.

You cannot copy content of this page