Pune Viral દારૂના નશામાં ભાન ભુલીને એક છોકરીએ કરેલા તમાશાનાં પગલે સ્થાનિક વિસ્તારનો ટ્રાફિક થોડા સમય માટે અટકી ગયો હતો. પૂણેના હિરાબાગ વિસ્તારની સામે આવેલી ઘટનામાં યુવતિએ એટલી હદ સુધી નશો કરી લીધો હતો કે તેને કોઈ પણ પ્રકારનાં હોશ નોહતા. આલ્કોહોલનાં નશામાં ડૂબેલી છોકરીએ ભારે હંગામો મચાવ્યો હતો અને તે રસ્તા પર સૂઈ ગઈ હતી.
તમાશાને જેમ તેડુ ન હોય તે પ્રકારે નશામાં ધૂત યુવતિનાં કારસ્તાનને જોવા માટે લોકો ભેગા થઈ ગયા હતા. વાયરલ વિડિયોમાં જે રીતે જોવા મળે છે તે પ્રમાણે યુવતિ કાર ચાલકને પોતાના પરથી કાર પસાર કરી દેવા માટે જાણે ઈશારો કરતી હોય તેમ લાગી રહ્યું હતું. નશામાં આ યુવતિ વાહનોને રોકતી રહી હતી જો કે તેની નશાની આ મજા વાહનચાલકો માટે જાણે સજારૂપ બની ગઈ હતી.
View this post on Instagram
આ હંગામાને કારણે લોકો ત્યાં આવીને ઉભા રહી ગયા હતા અને ટ્રાફિક ધીમો પડી ગયો હતા. આ યુવતિએ બની શકે કે પ્રથમવાર કદાચ આવો નશો કર્યો હોઈ શકે છે કે જેને લઈને તેને પોતાના પર કાબુ જ નોહતો રહ્યો.
જ્યારે હંગામો વધ્યો ત્યારે પોલીસ ઘટના સ્થળે આવી હતી.પોલીસે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવતી પર કોઈ અસર થઈ ન હતી. આખરે આ છોકરી કોણ છે, તેના વિશે હજુ સુધી કંઈ જાણી શકાયું નથી. પરંતુ પુણેના તિલક માર્ગ પર હીરાબાગ ચોક પાસે બનેલી આ ઘટનાની જોરશોરથી ચર્ચા થઈ રહી છે.
ધુલે નજીક પણ થોડા મહિના પહેલા દારૂ મળ્યો હતો મુંબઇ-આગ્રા હાઇવે પર કે જ્યાં દારૂ પીધા બાદ મહિલા અને પુરુષે હંગામો મચાવ્યો હતો. તેમાં ખાસ વાત એ હતી કે જ્યારે પોલીસ તેમને રસ્તા પરથી હટાવવા પહોંચી ત્યારે મહિલાએ પોલીસ કોલર પકડીને તેની સાથે ઝપાઝપી કરી હતી. પોલીસે વિગતવાર તપાસ કરી ત્યારે તેઓ દિયર અને ભાભી નિકળ્યા હતા.