Rajkot : શહેરમાં શ્રાવણ માસની શરૂઆતમાં જ RMCના આરોગ્ય વિભાગ દ્વારા કેળાના વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં કેળા પકવવામાં કેમિકલના ઉપયોગ થયો છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કેમિકલયુક્ત કેળાનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે.
ત્યારે કેટલાક લેભાગુ તત્વો દ્વારા કેમિકલનો ઉપયોગ કરીને કેળા પકવવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠતા આરોગ્ય વિભાગે સમગ્ર મામલે કાર્યવાહી કરી છે. હાલ જયારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. ત્યારે ફરાળ માટે સૌથી વધારે લોકો કેળાનો ઉપયોગ કરતા હોય છે. જેને કારણે લેભાગું વેપારીઓ કમાવવાની લાયમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હોય છે.