Rajkot : ધોધમાર વરસાદમાં જીવના જોખમે પસાર થાય છે લોકો, વર્ષોથી તૂટેલી હાલતમાં કોઝ-વે

રાજકોટના નાનામૌવા વિસ્તારમાં આવેલો કોઝ-વે વર્ષોથી તૂટેલી હાલતમાં છે. તેવી સ્થિતિમાં જ્યારે ચોમાસામાં તેમાં વરસાદી પાણીનો ભરાવો થાય છે ત્યારે તો તેની હાલત વધારે ખરાબ થઈ જાય છે. આંબેડકરનગરને જોડતો આ બ્રિજ છેલ્લા 8 વર્ષથી તૂટેલી હાલતમાં છે.

આટલા વર્ષોથી સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આટલી હાલાકી હોવા છતાં તંત્રએ તેનું સમારકામ કરવાની કામગીરી નથી કરી. જાહેર છે કે આ વર્ષે મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં કહેર વરસાવ્યો છે.
આવી સ્થિતિમાં ખુબ પાણી ભરાયા છે. રાજકોટમાં પણ ઘણી જગ્યાએથી પાણી ભરાયાની ફરિયાદ આવી છે.

તેવામાં નાનામૌવા વિસ્તારમાં આવેલો કોઝ-વેને લઈને સ્થાનિકો વધુ હાલાકી ભોગવી રહ્યા છે.
કેમ કે તેમનું કહેવું છે કે આ કોઝ-વે વર્ષોથી તૂટેલી હાલતમાં છે. અને સ્થાનિકો તેના સમારકામની રાહ જોઇને બેઠા છે. વરસાદી ઋતુમાં આ કોઝ-વે ઉપરથી પસાર થવામાં લોકોને અત્યંત મુશ્કેલી પડે છે ત્યારે તંત્રએ વહેલી તકે કોઝ-વેને રિપેર કરાવવો જોઈએ.

દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો કે આ કોઝ-વેથી પસાર થવું એટલે જીવને જોખમમાં મુકવા જેવું છે. પરંતુ લોકોનું દુર્ભાગ્ય છે કે વર્ષો છતાં આ માર્ગની હાલત ખારબ છે અને તેમને હાલકી ભોગવવી પડી રહી છે.

 

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights