આજના રાશિફળમાં વાંચો કઇ રાશિના લોકોને સોમવારનો દિવસ ફળશે, અને કઇ રાશિ માટે આવી શકે છે શુભ સમાચાર. વાંચો આજનું રાશિફળ અને જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ અને કેટલું સાથ આપશે આપનું ભાગ્ય.

મેષ : આજ આપ અપાની આસપાસ સકારાત્મક પરીવર્તન મેહસૂસ કરશો. સમસ્યાઓનું સમાધાન થશે તેમજ સુંદર રીતે પોતાની ફરજો નિભાવી શકશો. પરિવાર સાથે ઓન લાઇન શોપિંગ અને મનોરંજન સબંધી મજા માણી શકશો. સ્વાસ્થય સામાન્ય જણાય અને આયુર્વેદિક વસ્તુઓ પર વધુ ભાર રાખવો.

વૃષભ : કોઈ રાજકીય સબંધ આપના રોકાયેલા કામ સંપન્ન કરવા માટે મદદ રૂપ થશે. વિધ્યાર્થીઓને અભ્યાસ પ્રત્યે રુચિ વધશે. મનમાં કોઈ વિશે દુર્ભાવ રાખવો તે માનસિક સ્થિતિ બગડી શકે છે. માટે નકારાત્મક વિચારોથી દૂર રહેવું. આત્મ મનન કરવા માટે એકાંતમાં જતું રહેવું. વ્યવસાયમાં આકસ્મિક લાભ જણાય. મુશ્કેલીઓ વચ્ચે પણ સફળ થવા સક્ષમ બની શકો. પરિવાર સાથે સમય પસાર કરી શકો.

મિથુન : આ સમયે પ્રકૃતિએ તમારા માટે સફળતાના તમામ માર્ગ મોકળા કરીને રાખ્યા છે. માટે તમારા લક્ષ્ય તરફ આગળ વધો અને સારા પરિણામની અપેક્ષા રાખી શકાય. વિધ્યાર્થી વર્ગને થોડું અભ્યાસ બાબતે ટેન્શન રહે. વેપારી વર્ગ માટે સ્થિતિઓ અનુકૂળ રહેશે. નોકરીના સ્થળે કર્મચારીઓનો સાથ સહકાર જણાય. સકારાત્મક અભિગમ કેળવવું નેગેટિવિટીથી દૂર રહેવું.

કર્ક : માનસિક શાંતિ માટે એકાંત વાતાવરણ અને આધ્યાત્મિક પ્રવૃતિઓમાં સમય પાસરા કરવાની સલાહ આપવામાં આવે છે. ઘરમાં નવા મહેમાનની કિલકારીના શુભ સમાચાર પણ સાંભળવા મળે. કોઈ પણ કાગળ સબંધી કાર્યવાહી કરતા પહેલા કોઈ નિષ્ણાંતની સલાહ લેવી. વેપાર ધંધામાં કોઈ પણ પ્રકારના રોકાણ માટે આ સમય અનુકૂળ છે. પતિ-પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં ઝગડો થાય પરંતુ આથી વધુ નિકટતા આવે. ખાણી પીણી પ્રત્યે બે જવાબદાર રહેવું નહીં. તબિયત સાચવવી.

સિંહ : દિવસ દરમ્યાન વ્યસ્તતા જણાય. તેમ છતાં ઘર પરિવાર માટે પૂરતો સમય ફાળવી શકો. આપનો સકારાત્મક તેમજ સારો વ્યવહાર સમાજમાં સારી પ્રતિષ્ઠા વધારવા તમને મદદ રૂપ થાય. આર્થિક સંકડામણ ન વર્તાય તેના માટે અત્યારથી જ યોગ્ય બજેટ બનાવો. પત્ની અથવા બાળકો ખર્ચો કરવી શકે. સાથે સાથે વેપાર ધંધામાં પણ આવકના નવા સ્ત્રોત ઊભા થાય. પ્રદુષિત અને ભીડ વાળી જગ્યાઓ પર જવાનું ટાળવું.

કન્યા : આપના માટે આ સમય અનુકૂળ છે. ઘણા સમયથી જે સમાચારની રાહ જોઈ રહ્યા હોય તે શુભ સમાચાર મળી શકે છે. કરેલી મહેનતનું શુભ ફળ આજે મળવાની શક્યતા છે. વેપાર ધંઘામાં અત્યારે કોઈ નવા જોખમ લેવાની સલાહ આપવામાં આવતી નથી. પ્રેમ સબંધમાં કોઈ ભાવનાત્મક આઘાત લાગી શકે છે. પ્રેક્ટિકલ બનીને સમયઓ સામનો કરવો પડશે. તણાવથી દૂર રહેવા માટે યોગ અને ધ્યાનનો સહારો લઈ શકો.

તુલા : ગ્રહ ગોચર લાભદાયક છે. જેથી સમયનું સમ્માન કરો. ઘરના વડીલોની સલાહ આપના માટે ભાગ્યોદય સાબિત થશે. ધાર્મિક અથવા આધ્યાત્મિક પ્રવૃતિઓ માટે થઈને કોઈ નવી વ્યક્તિને મળવાનું થાય. મિલન મુલાકાત લાભદાયી નીવડે. નાણાંની લેવડ દેવડમાં ધ્યાન રાખવું. ભાવનાઓમાં આવી જવાથી આર્થિક નુકશાની જણાય. વેપાર,ધંધા અને નોકરીને લઈને ચાલતી સમસ્યાઓનું નિરાકરણ આવે. પ્રેમ સબંધમાં ખટાશ ન આવે તેનું ધ્યાન રાખવું.

વૃશ્ચિક : કોઈ અંગત વ્યક્તિની મુશ્કેલીમાં હશે તો આપ તેની પૂર્ણ મદદ કરી શકશો. જેનાથી તમને આંતરિક શાંતિ અને સુકુન મળશે. પરિવારની સાથે રહીને કોઈ માંગલિક કાર્યોનું પણ આયોજન કરી શકો. આજે કોઈ પાસેથી પૈસા ઉધાર ન લેવા. કાર્યક્ષેત્ર પર પોતાનો દબદબો જળવાય રહે પરંતુ વધુ ને વધુ મહેનત કરવાની સલાહ આપવામાં આવે છે. કામના ભારણના લીધે બ્લડ પ્રેશર સબંધી સમસ્યો જણાય. ડોકટરના સંપર્કમાં રહેવું.

ધન : નવી જવાબદારીઓ માથે પડવાથી થોડી વ્યસ્તતા જણાય. પરંતુ પરિણામ સકારાત્મક જ જણાશે. વ્યવસાય સબંધિત કાર્યોમાં રાજકીય મદદ મળી શકશે માટે કોઈ પણ તક હાથમાંથી સરકી ન જાય તે ખાસ જો જો. વ્યવસાય સબંધી કામનું ભારણ હોવાથી દાંપત્ય જીવનના પ્રેમઓ આનંદ નહીં લૂંટી શકો. સ્વભાવમાં ગુસ્સો શામેલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું.

મકર : સમ્માનજનક ગ્રહ સ્થિતિ છે. માટે કોઈ પણ કામ હાથમાં લેશો સફળતા જરૂર મળશે. આર્થિક બાબતોમાં ધાર્યા પરિણામ મળશે જેથી મન પ્રફુલ્લિત રહે. આળસ અને મોજ મસ્તી પાછળ કોઈ મહત્વનો મોકો ખોઈ શકો માટે સતર્ક રહેવું અને લક્ષ્યથી ભટકવું નહીં. પ્રેમીઓ માટે આજનો દિવસ ઘણો સારો સાઇટ થશે. મનગમતી વ્યક્તિ સાથે મિલન મુલાકત થઈ શકે.

કુંભ : આજે સમાન વિચારધારા વાળા વ્યક્તિ સાથે મિલન મુલાકાત થાય અને એક નવો સંપર્ક સ્થાપિત થાય. રોકાયેલું કામ પણ આજે સરળતાથી પાર પડતું જણાશે. ખોટા ખર્ચા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. આર્થિક વ્યવહારો સમજી વિચારીને કરવા. નોકરી ધંધાની જગ્યાએ જ્વાબદારી સાથે સાથે ટેન્શન પણ વધશે. માટે કામ વહેંચીને પાર પાડવું જેથી કામનો બોજો ન રહે. ઘર પરિવાર સાથે સારો સમય પસાર કરી શકો પરંતુ વ્યર્થ સબંધો ઘર સંસારમાં આગ લગાડી શકે છે. માથાના દુખાવાની ફરિયાદ રહે.

મીન : આર્થિક પક્ષ મજૂત રહેશે. ભાઈબંધ-મિત્રો સાથે મોજ મસ્તી કરી શકો. નવા લોકોને મળવાનું થાય, જે વેપાર ધંધા અથવા નોકરીમાં ઘણું ફાયદાકારક સાબિત થાય. કૌટુંબિક સમસ્યાઓમાં બહારના વ્યક્તિનો હસ્તક્ષેપ ન થવા દો. બને ત્યાં સુધી ઘરની સમસ્યાઓનું ઘરના લોકો સાથે જ ઉકેલ લાવો. યુવાનો પોતાના લક્ષ્યથી ભટકી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. ખોટા મિત્રોથી દૂર રહેવું. વૈવાહિક જીવન પ્રેમ ભર્યું રહેશે. કામના ભારણને લઈને થાક જણાય. પૂરતો આરામ કરવાની સલાહ આપવામાં આવે છે.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights