નવી દિલ્હી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 44 મી વાર્ષિક સામાન્ય સભા (આરઆઇએલ 44 મી એજીએમ) આજે એટલે કે 24 જૂન 2021 ના રોજ યોજાશે. એજીએમ આજે બપોરે 2 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ અને અન્ય ઓડિયો-વ્યૂઝ્યૂઅલ મીડિયા દ્વારા યોજાશે. દરમિયાન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી કંપનીના 3 કરોડથી વધુ શેરહોલ્ડરોને સંબોધન કરશે. એજીએમ દરમિયાન Jio 5G ની પણ જાહેરાત થવાની સંભાવના છે. લાંબા સમયથી આ સ્માર્ટફોન પર કામ ચાલી રહ્યું છે.આ ફોન ડિસેમ્બર સુધીમાં લોન્ચ કરવાનો હતો.
હોલ્ડર્સની નજર રિલાયન્સના એજીએમ પર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, રિલાયન્સ એજીએમ પછીથી કંપનીનો શેરમાં ઉછાળો જોવા મળ્યો છે. આ વખતે પણ આ જ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
રિલાયન્સ એજીએમ 2021 પર જાહેરાત થઈ શકે છે
રિલાયન્સની એજેમમાં કંપનીના પ્રથમ અને સસ્તા 5G ફોન અને નેક્સ્ટ જનરેશનના વાયરલેસ પ્લાનથી લઈને JioBook, WhatsApp ની સાથે JioMartના ગ્રોસરી એન્ટરપ્રાઈસીસ અને સાથે સાઉદી Aramco ની 15 બિલિયન ડોલરની ડીલની ઘોષણા શામેલ થઈ શકે છે.