રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોઈના કોઈ કારણે વિવાદમાં રહેતી હોય છે અને અવારનવાર ઘટનાઓ ઘટે છે જેને કરને આ શૈક્ષણિક સંસ્થા વિદ્યાનું કેન્દ્ર કરતા વિવાદનું કેન્દ્ર વધુ બની ગયું છે. આ અગાઉ પણ અનેક વિવાદો સર્જાયા હતા અને અનેક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બનાવો બન્યા છે જો કે આ વખતે મામલો ખુબ જ અલગ છે અને ગંભીર પણ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે જ્યાં વિદ્યા મેળવવા માટે વિદ્યાર્થીઓ આવતા હોય છે ત્યાં જ વિદ્યા આપતા ગુરુઓ એટલે કે પ્રોફેસરના પ્રેમ પ્રકરણ બહાર આવે છે તે ખુબ જ શરમજનક ઘટના ક્હેવાય અને આવી ઘટનાથી યુનિવર્સીટીની નામના ખરાબ થાય છે. સરકાર દ્વારા નિયુકત કરવામાં આવેલા સિન્ડિકેટ સભ્યની કોલેજમાં જ બે  પ્રોફેસર વચ્ચે પ્રેમ પાંગર્યો હતો અને આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે.

આ મામલે વિદ્યાર્થીઓએ અનેક વખત કોલેજમાં ફરિયાદ કરી હતી જો કે તેમની ફરિયાદ ન ગણકારતા વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને એક પત્ર લખીને કોલેજના આ પ્રેમપ્રકરણને કારણે પોતાના અભ્યાસ પર ખરાબ અસર પડતી હોવાની તેમજ પોતે આ બંનેને પ્રોફેસર કહેતા પણ શરમ આવી રહી છે. આ ઘટનાથી કંટાળી સિંડિકેટ સભ્યની ચાલતી કોલેજમાંથી બે વિદ્યાર્થીઓએ તો પોતાના એડમિશન પર રદ્દ કર્યા હતા.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.

You cannot copy content of this page