Sat. Dec 7th, 2024

Surat : ભરનિંદ્રામાં સુતેલા પરિવાર પર છતનો પોપડો પડતા આઠ મહિનાની માસુમ બાળકીએ જીવ ગુમાવ્યો, જર્જરિત આવાસ સામે ઉઠ્યા સવાલ

સુરત : પાંડેસરા વિસ્તારમાં સરસ્વતી આવાસમાં સુતેલા પરિવાર પર છતના પોપડા પડતા એક બાળકીએ જીવ ગુમાવ્યો હતો. જેથી મૃતક યુવતીના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક સીયા પ્રદીપ પાંડે સરસ્વતી આવાસ ખાતે પરિવાર સાથે રહેતી હતી.બાળકી  રવિવારે રાત્રે જમ્યા બાદ તેના પરિવાર સાથે સૂઈ ગઈ હતી. મકાનની છત પોપડાં ધડાકાભેર તૂટી ગઈ હતી.
માતા-પિતા અને નિર્દોષ બાળકીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં બાળકીનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ આવાસ યોજનાના લોકો એકઠા થઈ ગયા હતા. તો પરિવારે આરોપ લગાવ્યો કે છતના પોપડા પડવાની ઘટના અવારનવાર બને છે પરંતુ અધિકારીઓના પાપને કારણે આ નિર્દોષ બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

બાળકીના પરિવારે કહ્યું કે જ્યાં સુધી ફરિયાદ દાખલ નહીં થાય સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. માંગ કરી છે કે સરસ્વતી આવાસ જર્જરિત થયા હોય રી ડેવલપમેન્ટમાં ફરી બનાવી આપવા માગ કરી છે. નોંધનીય છે કે, સિયાની મોટી બહેન નાના ના ઘરે હોવાથી તે બચી જવા પામી હતી. સિયાના પિતા ટેમ્પો ડ્રાઇવર અને માતા ઘર સંભાળતી હોવાનું જાણવા મળ્યું છે.

Related Post

Verified by MonsterInsights