સુઈગામ-નડાબેટનું રણ દરિયો બન્યું

વાવ : બનાસકાંઠા જિલ્લાની આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલ સુઈગામ તાલુકાનાં નડાબેટનાં રણમાં વરસાદી પાણીથી રણ જાણે દરિયામાં ફેરવાઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સુઈગામ પંથકમાં સવારે 6:00થી બપોરે બે વાગ્યા સુધીમાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા પાણી જ પાણી જોવા મળ્યા હતા જ્યારે પર્યટન સ્થળ તરીકે જાણીતા નડાબેટ બોર્ડર પર વરસાદી માહોલને પગલે […]

ઉકાઇ ડેમમાં પાણીની આવક એક દિવસમાં 1 ફૂટનો વધારો થતાં સપાટી 309.98 ફૂટે પહોંચી

ઉકાઈ – તાપી : દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઇ ડેમમાં પાણીની આવક થવાનું પ્રારંભ થયું છે. મળતી માહ્તી મુજબ ઉપરવાસમાં વરસાદ પડતાં હથનુર ડેમમાંથી પાણી  છોડવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના હથનુર ડેમનો એક ગેટ એક મીટર ખોલવામાં આવ્યો છે. ઉકાઈ ડેમમાં 6,392 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ઉકાઈ ડેમની હાલની સપાટી 305.47 ફૂટ પર પોહચી છે. […]

અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર, 2 અન્ડરબ્રિજો બંધ કરવા પડ્યા

અમદાવાદ શહેરમાં રવિવાર 30મી જૂનના બપોરના ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયું. શહેરના બે અન્ડરબ્રિજમાં પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહાર બંધ કરાયા. શહેરભરમાં ભરાયેલ વરસાદી પાણીના નિકાલ માટે સાબરમતી નદી ઉપર વાસણા બેરેજના ચાર દરવાજા ખોલવા માટે તંત્રને ફરજ પડી. દક્ષિણ-મધ્ય ગુજરાતની સાથે સાથે આજે અમદાવાદ શહેરમાં પણ બપોરના સમયે સારો વરસાદ વરસ્યો હતો. […]

Verified by MonsterInsights