Thu. Apr 25th, 2024

રાજ્યમાં હવાઈપટ્ટીઓ, વીજ, સિંચાઈ અને જળ વિતરણ સહિતના આંતરમાળખાને ભારે નુકસાન પહોંચ્યું છે. કૃષિ અને પાક વાવેતરમાં પણ મોટું નુકસાન થયું છે અને અસરગ્રસ્ત વિવિધ જિલ્લાઓમાં પશુધનની મોટાપાયે જાનહાનિ થવા પામી છે. પશુપાલન સબંધિત પ્રવૃત્તિઓને ભારે ફટકો પડ્યો છે. એમ પણ આ મેમોરેન્ડમમાં જણાવવામાં આવ્યું છે. કેન્દ્રીય સહાય માટે કેન્દ્ર સરકાર સમક્ષ રાજ્ય સરકારે રજુ કરેલા આ મેમોરેન્ડમમાં જુદા-જુદા સેક્ટરમાં જે નુકસાન થયું છે તેની પણ વિસ્તૃત વિગતો આ અહેવાલમાં રજુ કરવામાં આવી છે તે અનુસાર, કૃષિ અને બાગાયતી વિભાગ, ઊર્જા વિભાગ, ઉદ્યોગ વિભાગ, મેરિટાઇમ બોર્ડ, પંચાયત, પાણી પુરવઠો, માર્ગ-મકાન, મત્સ્યોદ્યોગ, વન, શહેરી વિકાસ, શિક્ષણ વગેરે વિભાગોના નુકશાન મળીને કુલ ૯૮૩૬ કરોડ રૂપિયાની આ નુકશાનમાંથી પૂર્વવત થવા ગુજરાતને જરૂરિયાત હોવાના અંદાજો કેન્દ્ર સમક્ષના આવેદનપત્રમાં આપવામાં આવ્યા છે. આ સહાય ભારત સરકાર NDRFમાંથી ગુજરાતને ફાળવે તેવી આગ્રહભરી વિનંતી પણ કરવામાં આવી છે. એટલું જ નહિ, રાજ્ય સરકારે SDRF માટે પણ રૂ. પ૦૦ કરોડની વધારાની સહાયની માંગણી કરી છે.

તાઉતેથી ખેતીવાડી, બાગાયતી પાકો, મકાનો, મત્સ્યોદ્યોગ, બંદર, પાણીપુરવઠા, વીજળી, માર્ગ-રસ્તા અને માળખાકીય સવલતોને થયેલા નુકશાનની વિગતો સાથેનું આવેદનપત્ર…

You cannot copy content of this page

Verified by MonsterInsights