જૂનાગઢમાં દાખલા કઢાવવા માટે છેલ્લા ચાર દિવસથી દરરોજ હજારોની સંખ્યામાં લોકો મામલતદાર કચેરીએ દાખલા કઢાવવા માટે લોકોના ટોળા એકત્ર થાય છે . જેના કારણે કોરોનાની માર્ગદર્શિકાનું સતત ભંગ કરે છે. દરરોજ હજારો લોકો આવક દાખલા અને જાતિના દાખલા કઢાવવા માટે એકત્ર થાય છે. આથી મામલતદાર કચેરી દ્વારા વધુ સ્ટાફ અને વધારાના કર્મચારીઓને તાત્કાલિક ફાળવવામાં આવે […]
જુનાગઢ : તમે ઘણી વાર સાંભળ્યું હશે કે જ્યારે ખેતી ખૂબ મોંઘી અને ખર્ચાળ બની છે ત્યારે જૂનાગઢના ધંધુસાર ગામના ખેડૂતે માલબારી લીમડાના ખર્ચની 0% ખેતી કરી જે એક રૂપિયો ખર્ચ કર્યા વિના 5 વર્ષમાં લાખો રૂપિયાની કમાણી કરશે. જૂનાગઢ વંથલી તાલુકાના ધંધુસર ગામના ખેડૂત ધીરુભાઇ દીવરાણીયાએ પોતાની 14 વિઘાની જમીનમાં 2500 જેટલા મલાબરી લીમડાના […]
જુનાગઢ : ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના અલીદર ગામના અઢી વર્ષના બાળકને સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી નામની બિમારી હોવાનું સામે આવ્યું છે. એસએમએ નામની ગંભીર બીમારીથી બાળકનો પરિવાર પર આભ ફાટયુ છે. બાળકના પિતા કચ્છની એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. બાળકને શ્વાસ લેવામાં તકલીફ થતાં જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો […]
જુનાગઢ : એક તરફી કોરોનાને કારણે ધંધા ભાગી ગયા છે. બીજી તરફ, મોંઘવારીની કારણે આજીવિકા મુશ્કેલ બની ગઈ છે. ત્યારે વધતી મોંઘવારીના વિરોધમાં જૂનાગઢ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ શારદાબેન કથીરિયાની આગેવાની હેઠળ મોંઘવારી નો વિરોધ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. સત્તા પર બેઠેલી મોદી સરકારે દેશના લોકો સાથે “બહોત હુઇ મહેંગાઈ કી માર” ના નારા સાથે […]
Junagadh : જૂનાગઢમાં સાસણ સફારી પાર્ક અને નેશનલ સફારી પાર્ક 15 જૂનથી 14 ઓક્ટોબર સુધી બંધ રહેશે. ચોમાસામાં સિંહોના સંવનન કાળ હોવાથી બંને પાર્ક મુલાકાતીઓ માટે ચાર મહિના માટે બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢ ગીરનાર નેચર સફારી મુલાકાત કોરોનાના વધેલા કેસને કારણે રદ કરવામાં આવી હતી. સફારી લાંબા સમયથી પ્રવાસીઓ માટે બંધ રહેશે. ગિરનારની […]
જલ્દી જ ગુજરાતમાં વરસાદનું આગમન થશે. ત્યારે જુનાગઢમાં વરસાદની આગાહી કરનાર આગાહીકારોનો ઓનલાઈન વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો હતો. જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમા ઓનલાઈન વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો હતો. આ વર્ષની વરસાદની આગાહીને લઈને આગાહીકાર ધનસુખભાઈ શાહે માહિતી આપી કે, જૂન મહિનામાં માફકસર થી અતિભારે વરસાદ વ્યાપક પ્રમાણમાં થઇ શકે. વાવણી કરવા લાયક વરસાદ ઉપરાંત કયાંક પુર […]
પોતાના માતા-પિતાએ ઠપકો આપતા જૂનાગઢમાં રહેતો એક યુવક આત્મહત્યા કરવા પહોંચી ગયો હતો. તે ડેમમાં કુદકો મારવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે પોલીસને જાણ થતાં આ યુવકને બચાવી પોતાના માતા-પિતાને પરત સોંપ્યો હતો. લોકોના મનમાં પોલીસની એક અલગ પ્રકારની છબી જોવા મળે છે. પરંતુ પોલીસ લોકોના રક્ષણ માટે હોય છે. આવી એક ઘટના જૂનાગઢમાં સામે […]
રાજ્ય સરકારની મા અમૃતમ વાત્સલ્ય યોજના જરૂરિયાત મંદ લોકો માટે આશીર્વાદ સમાન છે. ત્યારે જુનાગઢ મનપા દ્વારા ચાલતી કાર્ડની કામગીરી છેલ્લા ઘણા સમયથી બંધ થતા અનેક જરૂરિયાતમંદ લોકોની મુશ્કેલી વધી છે. જૂનાગઢ મહાનગર પાલિકામા મા અમૃતમ વાત્સલ્ય કાર્ડ કાઢી આપવાની યોજનાનું કામકાજ ઠપ થઇ જતા અનેક પરિવારો કાર્ડથી વંચિત રહી ગયા છે. જેને કારણે હાલ […]
તાલુકાના પાદરીયાની સીમમાં એલસીબી પોલીસે દરોડા પાડી ટ્રકમાં ડ્રીપ ઇરિગેશન પાઇપની આડમાં છુપાયેલા 21.78 લાખની કિંમતનો પાંચ હજાર 328 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જ્યારે બુટલેગર બે ભાઇઓ તથા અન્ય શખ્સો નાસી છુટ્યા હતા. એલસીબીએ બે ટ્રક અને એક મેટાડોર મળી કુલ 41.98 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી […]