ગુજરાતમાં વરસાદના પ્રથમ રાઉન્ડ બાદ બીજા રાઉન્ડના વરસાદની લોકો કાગડોળે રાહ જોઇ રહ્યાં છે. ત્યારે દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં લાંબા વિરામ બાદ ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તાપીના વ્યારા, વાલોડ અને ડોલવણ વરસાદ થયો છે. તેમજ લાંબા સમય બાદ વરસાદ પડતાં ખેડૂતોએ રાહત અનુભવી છે.
તાપી : કોરોના કાળમાં બાળકોના શિક્ષણ પણ અસર ના પડે એટલે ઓનલાઈન શિક્ષણ શરુ કરવામાં આવ્યું, ત્યારે અંતરિયાળ ગામોમાં કે પછી જંગલ વિસ્તારના ગામોમાં બાળકોના અભ્યાસપર કોઈ અસર ના પડે તે માટે તાપી જિલ્લામાં તકેદારી વિભાગના અધિકારી દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. તેમના દ્વારા આવા બાળકોનું લિસ્ટ બનાવીને વાલીઓનો સંપર્ક કરીને તેમના ગામમાં આશ્રમ […]
સુરતમાં તાપી નદીના બ્યુટીફીકેશનના ભાગરૂપે મહાનગર પાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે તાપી નદી પર રીવરફ્રન્ટ બનાવવામાં આવ્યો હતો. પરંતુ યોગ્ય જાળવણીના અભાવે આ રિવરફ્રન્ટ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. સુરતના રિવરફ્રન્ટની હાલત અત્યંત બદતર થઈ ગઈ છે પણ તૂટી ગઈ છે અને વારંવાર અહીં ચોરી થતી હોવાથી લોકો પણ અહીં આવતા ડરી રહ્યા છે. […]