વડોદરા : ગુજરાતના સુરત શહેરમાં ગજેરા સ્કૂલની મનમાનીને લઈને સીએમ રૂપાણીએ વડોદરામાં સ્પષ્ટ કર્યું છે કોઇ પણ નોટિફિકેશન નો ભંગ સરકાર ચલાવશે નહિ. આ અંગે અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે કોરોનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહિ. શહેરના કતારગામમાં આવેલી ગજેરા સ્કુલની મોરી બેદરકારી સામે આવી છે. રાજ્યમાં કોરોના […]
વડોદરા : શહેરમાં પાણીજાન્ય રોગચાળો વધ્યો છે. શહેરના 3 વોર્ડમાં 52 નમૂનામાં ગટરનું પાણી મળી આવ્યું છે.વડોદરા પાલિકાની હેલ્થ લેબના રિપોર્ટમાં જ પીવાના ચોખ્ખા પાણીમાં ગટરનું પાણી ભળ્યાની વિગત સામે આવી છે. વાડી અને નિઝામપુરા વિસ્તારમાં ઝાડા-ઉલટીથી 2 લોકોના મૃત્યુ પામ્યા છે અને સંખ્યાબંધ લોકો દૂષિત પાણીથી તબિયત બગડતા સારવાર લઈ રહ્યાં છે. આમ છતાં […]
વડોદરા : શહેરના ચકચારી સ્વીટી પટેલ હત્યા કેસ માં હવે સ્વીટી પટેલના ભાઈ જયદીપ પટેલે DGPને અરજી કરી છે. જયદીપ પટેલે સ્વીટી પટેલના પુત્ર અંશની કસ્ટડી મેળવવા માટે અરજી કરી છે. અરજીમાં જયદીપ પટેલે બે વર્ષ ના અંશનુ ચોક્કસ ધ્યાન રખાતું ના હોવાની રજૂઆત કરી છે. સ્વીટી પટેલના પુત્ર અંશના ચોક્કસ કોઈ સગડ ના હોય […]
વડોદરા : કોરોના કાળમાં સરકાર દ્વારા ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓને ફીમાં 25 ટકા રાહત આપવાની જાહેરાત કરવામાં આવી હતી.પરંતુ વડોદરાની કેટલીક શાળાઓ દ્વારા સરકારના આદેશની મનમાની કરી 25 ટકા રાહત આપવાનો ઇન્કાર કર્યો છે. વડોદરાના ફતેહગંજની TCS શાનેન શાળા દ્વારા 25 ટકા ફી માફની રાહત આપવામાં નહીં આવતા વાલીઓ દ્વારા આજે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં […]
ગુજરાતના સરકારે બુધવારે કોરોનાના પગલે આઠ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકના ઘટાડા સાથે ખુલ્લા મેદાનમાં આયોજિત જાહેર સમારંભમાં 400 લોકોની એકત્ર થવાની 31 જુલાઇ બાદ મંજૂરી આપી છે. તેવા સમયે રાજ્યમાં ગણેશ મહોત્સવને 4 ફૂટની પ્રતિમા સાથે યોજવા મંજૂરી આપી છે. રાજય સરકારે ગણેશ મહોત્સવ માટે આપેલ છૂટને વડોદરાના ગણેશ મંડળોએ આવકારી છે. તેમજ કોવિડ […]
વડોદરા : ચકચારી વડોદરા શહેરમાં સ્વીટી પટેલ હત્યા કેસના બંને આરોપીઓના કરજણ કોર્ટે 11 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે હત્યાના આરોપી અજય દેસાઇ અને કિરીટસિંહ જાડેજાને કરજણ કોર્ટમાં રજૂ કર્યા હતા.ક્રાઇમ બ્રાંચે વધુ તપાસ માટે આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા.જોકે કરજણ કોર્ટે 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે હવે […]
વડોદરા : વડોદરા ગ્રામ્યના પી.આઈ અજય દેસાઈ ની પત્ની સ્વીટી પટેલ ગુમ થવાના કેસની તપાસ રાજ્યના ગૃહવિભાગ દ્વારા વડોદરા પોલીસ પાસેથી આંચકી લેવામાં આવી છે. હવે ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઈમબ્રાંચ ને સંયુક્ત રીતે આ કેસની તપાસ સોંપવામાં આવી છે. વડોદરા શહેર પોલીસના શી ટિમ કાઉન્સેલિંગ અને ટ્રેનિંગ સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહેલા ગૃહ રાજ્ય […]
વડોદરા : કેટલીક ખાનગી શાળાઓ વાલીઓ પાસેથી વધુ ફી માગી રહી છે, અને વાલીઓ પાસેથી વધુ ફી વસૂલી રહી છે. વડોદરામાં કંઈક આવી જ ઘટના સામે આવી, જ્યાં વારસિયા વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળાએ સરકારના 25 ટકા ફી માફીના આદેશનો છેદ ઉડાડ્યો હતો અને વાલીઓને સંપૂર્ણ ફી ભરવાનો આદેશ કર્યો છે. જોકે, શાળાની દાદાગીરી સામે […]
વડોદરા : વડોદરા શહેરના પ્રખ્યાત સુરસાગર તળાવમાંથી એક પછી એક જળચર જીવો મૃત હાલતમાં મળી આવેતા સુરસાગર તળાવના પાણીની શુદ્ધતા સામે પ્રશ્નો ઉભા થયા છે. થોડા દિવસો પહેલા સુરસાગર તળાવના પાણીમાં કાચબો મૃત હાલતમાં મળી આવતાં બે મોટી માછલીઓ પણ મૃત હાલતમાં મળી આવી છે. સુરસાગર તળાવના ગેટ નંબર 6 અને 4 પાસે બે મોટી […]
વડોદરા જિલ્લા એસઓજી પીઆઇ અજય દેસાઇની પત્ની સ્વીટી પટેલ છેલ્લા એક મહિનાથી ગુમ છે. સ્વીટી પટેલ 6 જૂનના રોજ કોઈ કારણોસર પોતાના 2 વર્ષના પુત્રને ઘરે મૂકી કોઇ કારણોસર જતાં રહ્યાં હતાં. આ મામલે PI ના સાળાએ કરજણ પોલીસ સ્ટેશનમાં 11 જૂનના રોજ જાણવાજોગ ફરિયાદ પણ નોંધાવી હતી. પરંતુ 24 દિવસ બાદ પણ કરજણ પોલીસ […]