Fri. Oct 11th, 2024

UK ની ડ્રગ રેગ્યુલેટરી ઓથીરિટીએ સમીક્ષા બાદ 12 થી 15 વર્ષની બાળકો માટે ફાઇઝર – બાયોએનટેક રસી ને મંજૂરી આપી

UK ની ડ્રગ રેગ્યુલેટરી ઓથીરિટીએ સમીક્ષા બાદ 12 થી 15 વર્ષની બાળકો માટે ફાઇઝર – બાયોએનટેક રસી ને મંજૂરી આપી છે. ફાઇઝર રસી 16 વર્ષ અથવા તેથી વધુ ઉંમરના લોકો માટે ઉપયોગ માટે પહેલેથી જ માન્ય છે.

વિશ્વભરમાં ચાલી રહેલી કોરોના સામેની જંગ અને કોરોનાના ત્રીજી લહેરની ભય વચ્ચે UK ની ડ્રગ રેગ્યુલેટરી ઓથીરિટીએ સમીક્ષા બાદ 12 થી 15 વર્ષની બાળકો માટે ફાઇઝર – બાયોએનટેકરસી ને મંજૂરી આપી છે. ફાઇઝર રસી 16 વર્ષ અથવા તેથી વધુ ઉંમરના લોકો માટે ઉપયોગ માટે પહેલેથી જ માન્ય છે.

મેડિસીન્સ અને હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી ના ચીફ એક્ઝિક્યુટિવ ડો. જૂન રાઈને જણાવ્યું હતું કે, 12-15 વર્ષની વયના બાળકોમાં રસીની સલામતીનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરવામાં આવશે.

જૂન રાઈને જણાવ્યું હતું કે અમે 12-15 વર્ષના બાળકોના પરીક્ષણના આંકડા પર બારીકાઈથી સમીક્ષા કરી હતી. જેમાં એ જાણવા મળ્યું હતું જે 12 થી 15 વર્ષના બાળકોમાં ફાઇઝર- બાયોએનટેકની રસી વધારે સુરક્ષિત અને પ્રભાવી હતી. તેમજ વેક્સિનના લાભ તેના જોખમ કરતાં વધારે છે.

આ ઉપરાંત રસીકરણ માટે રસીકરણની સંયુક્ત સમિતિએ પણ આ નક્કી કરવાનું છે કે આ કાર્યક્રમમાં કેવી રીતે આગળ વધારવો. જ્યારે અમેરિકામાં મે માસમાં 12 થી 15 વર્ષના બાળકોને બે ડોઝ આપવાને મંજૂરી આપવામાં આવી છે. તેમજ તેના જ આધારે બ્રિટનમાં પણ મંજૂરી આપવામાં આવી છે.

આ પૂર્વે 28 મેના રોજ, યુરોપિયન દવા એજન્સી (EMA) એ 12 થી 15 વર્ષની વયના બાળકો માટે ફાઇઝરની રસીને મંજૂરી આપવાની જાહેરાત કરી હતી. યુરોપિયન યુનિયનના ડ્રગ રેગ્યુલેટરી સંસ્થાએ કહ્યું હતું કે આ રસીથી બાળકો પર કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી. આ રસીની સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવી છે.

તેની બાદ અમે આ નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે આ રસી બાળકો પર ગંભીર આડઅસર કરશે નહીં. ઇએમએના રસી વ્યૂહરચનાના વડા, માર્કો કેવલેરીએ જણાવ્યું હતું કે ટ્રાયલથી બાળકો પર ગંભીર આડઅસર જોવા મળી નથી. તેથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

ફાઈઝર – બાયોએનટેકે માર્ચ માસમાં 12 થી 15 વર્ષની વયના બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ્સ કરી હતી. યુરોપિયન મેડિકલ એસોસિએશન અને બ્રિટનની ડ્રગ રેગ્યુલેટરી ઓથોરીટીએ આ ટ્રાયલના ડેટાની સમીક્ષા કરી છે.

Related Post

Verified by MonsterInsights