Fri. Oct 4th, 2024

UPમાં મહિલા કોન્સ્ટેબલની જાહેરમાં કરાઈ છેડતી, આરોપીને ટોક્યો તો સળિયા વડે કર્યો હુમલો

યુપીની રાજધાની લખનૌમાં ડ્યુટી કરી રહેલી મહિલા કોન્સ્ટેબલની સરેઆમ છેડતી બાદ તેના પર હુમલો કરવાની ચોંકાવનારી ઘટના બની છે.

મળતી વિગતો પ્રમાણે મહિલા કોન્સ્ટેબલ ડ્યુટીના ભાગરુપે સ્કૂટી પર પસાર થઈ રહી હતી ત્યારે આરોપી યુવક પ્રભાત સિંહે તેને જોઈને અભદ્ર કોમેન્ટ કરી હતી.

મહિલા કોન્સ્ટેબલે આ યુવકને અટકાવીને આ પ્રકારની કોમેન્ટ કરવા માટે કારણ પૂછતા યુવકે લોખંડના સળિયા વડે મહિલા કોન્સ્ટેબલ પર હુમલો કર્યો હતો. આ હૂમલાના પગલે મહિલા કોન્સ્ટેબલ સ્કૂટી પરથી પડી ગઈ હતી.

એ પછી મહિલા કોન્સ્ટેબલને હોસ્પિટલ મોકલવામાં આવી હતી અને બીજી તરફ હુમલાખોર યુવકની પોલીસે ધરપકડ કરીને તેની સામે આગળ કાર્યવાહી કરી છે.

Related Post

Verified by MonsterInsights