રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસ પછી રસીકરણ કેન્દ્રો શરૂ થયા છે. ગઈકાલથી રાજ્યમાં 5000 થી વધુ રસીકરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3.02 લાખ લોકોને રસી આપવામાં આવી છે.
રાજ્યે બુધવારે મમતા દિવસ પર રસીકરણનો કાર્યક્રમ બંધ કરવાની ઘોષણા કરી હતી, પરંતુ રસીનો પૂરતો પુરવઠો ન હોવાને કારણે રસીકરણ કામગીરી વધુ બે દિવસ સ્થગિત કરવાની ફરજ પડી હતી. મહત્વનું છે કે, ત્રણ દિવસ બાદ રસીકરણ કેન્દ્રો ખુલતા વહેલી સવારથી જ લોકોની લાઈનો લાગી હતી.
જિલ્લામાં સૌથી વધુ રસી અમદાવાદમાં જ્યાં, 36,998 લોકોને રસી આપવામાં આવી હતી. જ્યારે સુરતમાં 18,537 લોકોને રસી આપવામાં આવી હતી. બીજી તરફ વડોદરામાં, રસીકરણથી 13,526 લોકોએ લાભ લીધો હતો.
છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછું રસીકરણ રાજકોટ શહેરમાં થયું હતું. 24 કલાકમાં માત્ર 10,059 લોકોને રસી આપવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.76 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. ઉપરાંત, આજે રવિવારની રજાના દિવસે મોટી માત્રમાં રસીકરણ થાય તેવી શક્યતા છે.