Sat. Oct 5th, 2024

Vadodara : ફતેગંજ સર્કલ પાસે અકસ્માતમાં યુવક થયો હતો ઘાયલ, સારવારના અભાવે યુવકના મોતનો આરોપ

Vadodara : શહેરમાં તબીબોની હડતાળને પગલે સમયસર સારવાર ન મળતા યુવકે જીવ ગુમાવ્યો. મૃતકની બહેને આક્રંદ કરતા કહ્યું વીરા હવે હું કોને રાખડી બાંધીશ. વડોદરામાં ફતેગંજ સર્કલ પાસે દવા લેવા નીકળેલા 2 મિત્રોનું બાઈક સ્લિપ ખાઈ ગયું.


ડિવાઈડર સાથે બાઈક ભટકાતા ગંભીર રીતે ઘાયલ યુવકને સયાજી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો. જો કે અમદાવાદ સિવિલમાં તબીબોની હડતાળને પગલે યુવકને પરત વડોદરા લવાયો. વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું. જુવાન દીકરાનું સારવારના અભાવે મોત થતા ગરીબ પરિવારના માથે આભ તૂટી પડ્યું છે.

Related Post

Verified by MonsterInsights