VADODARA : રાજ્યમાં રેસીડેન્ટ ડોકટરોની હડતાળનો આજે 10 ઓગષ્ટે સાતમો દિવસ છે. અમદાવાદ, રાજકોટ અને વડોદરા સહીતના મહાનગરોમાં રેસીડેન્ટ ડોકટરો પોતાની માગ સાથે છેલ્લા છ દિવસથી હડતાળ કરી રહ્યાં છે. એક બાજુ રેસીડેન્ટ ડોકટરો પોતાની માગ પર અડગ છે તો બીજી બાજું સરકાર પર આ ડોકટરોની માગ અયોગ્ય હોવાનું કહી રહી છે.


આજે હડતાળના સતામાં દિવસે વડોદરાની SSG હોસ્પિટલે ડોકટરો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. સાથે એવા સમાચાર પણ મળી રહ્યાં છે કે ઇન્ડિયન મેડીકલ એસોસીએશને હડતાળ કરી રહેલા રેસીડેન્ટ ડોકટરોને સમર્થન જાહેર કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page