CM વિજય રૂપાણી : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ CM તરીકે રાજીનામું આપ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યપાલને મળવા ગયા અને ત્યાર પછી પત્રકાર પરિષદ યોજાઇ હતી. ભાજપનાં રાષ્ટ્રીય સંગઠનના મહામંત્રી ગુજરાતની એકા-એક મુલાકાતે છે.
રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ ગુજરાત આવ્યા છે. કમલમ ખાતે બંધ બારણે બેઠક યોજવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે બેઠક યોજવામાં આવી છે. પાટીલની સાથે બીજા 4 મહામંત્રીઓ પણ બેઠકમાં હાજર હતા.
ભાજપના વર્તુળોનું કથન છે, મહામંત્રી રત્નાકર પણ બેઠકમાં હાજર હતા. રાષ્ટ્રીય મહામંત્રી બન્યા પછી બીએલ સંતોષની આ બીજી વખત ગુજરાતની મુલાકાત આવ્યા છે.
મુખ્યમંત્રીની રેસમાં પાંચ પાટીદાર નેતાઓના નામ ચાલી રહ્યા છે. ખાસ કરીને થોડા સમય પહેલા પાટીદારને મુખ્યમંત્રી બનાવવા માટે ચકચાર મચી હતી. હાલમાં પાંચ પાટીદાર નેતાઓના નામ રેસમાં ચાલી રહ્યા છે.
સી આર પાટીલ
મનસુખ માંડવિયા
નીતિન પટેલ
પુરસોતત્મ રૂપાલા
ગોરધન ઝડફીયા
આ પાંચ એવા નેતાઓ છે જેમના નામ રેસમાં ચાલી રહ્યા છે.