અમદાવાદના પૂર્વ વિસ્તરનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં 5 જેટલા યુવકો બેરિકેટિંગ આગળ ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. સ્પષ્ટ જોઇ શકાય છે કે વીડિયો મોડી રાત્રિનો છે.
રાજ્ય માં સતત વધતા જતા સંક્રમણ પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે. ત્યારે તંત્ર દ્વારા નિયમોમાં મદહઅંશે છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ રાત્રિ કર્ફ્યું યથાવત છે. પરંતુ છુટછાટ મળતાં લોકો ભૂલી ગયા છે કે સંક્રમણ ઓછું થયું છે કોરોના ગયો નથી. ત્યારે અવાર-નવાર નિયમો ધજાગરા ઉડાવતાં હોવાના વીડિયો વાયરલ થાય છે. ત્યારે તાજેતરમાં જ વધુ એક આવો જ વિડીયો વાયરલ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના પૂર્વનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં 5 જેટલા યુવકો બેરિકેટિંગ આગળ ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. સ્પષ્ટ જોઇ શકાય છે કે વીડિયો મોડી રાત્રિનો છે, રાત્રિ કર્ફ્યું માં સરેઆમ ઉલ્લંઘન કરી આ યુવકોને ડાન્સ કરી રહ્યા છે આ યુવકોને કાયદાનો ડર લાગી રહ્યો નથી.
બેરિકેટિંગ આગળ ડાન્સ કરી રહેલા આ યુવકો કોણ છે? તથા આ વીડિયો ક્યાંનો છે જે અંગે હજુ સુધી કોઇ જાણકારી પ્રાપ્ત થઇ રહી નથી. પરંતુ કાયદાના ડર વિના બિંદાસ નાચતા આ લોકો વિરૂદ્ધ ક્યારે કાર્યવાહી હાથ ધરાશે? આ લોકોને ક્યારે સજા થશે એવો પ્રશ્ન લોકમુખે ચર્ચાઇ રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વીડિયો ક્યાંનો છે, અને ક્યારનો છે તે અંગે jantanews360 પુષ્ટિ કરતું નથી.