Sat. Dec 14th, 2024

Viral Video / આ મિત્રતા જોઈને તમે પણ આશ્વર્યચકિત થઈ જશો, કુતરાને બચાવવા બિલાડીએ કંઈક આવુ કર્યુ

Viral video : લોકોને સોશિયલ મીડિયા પર પ્રાણીઓ વિશેના વીડિયો ખૂબ પસંદ આવે છે. જ્યારે પ્રાણીઓના વીડિયો ઈન્ટરનેટ પર વારંવાર વાયરલ થતા જોવા મળે છે, જેમાંના કેટલાક વીડિયો જોતા લોકોને હસાવી દે છે, જ્યારે પ્રાણીઓની હરકત જોઈને આશ્ચર્ય થાય છે, આવો જ એક વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે જોઈને તમને પણ આશ્વર્ય થશે.

તમે ઘણી વખત કુતરા અને બિલાડીઓને એકબીજા સાથે લડતા જોયા હશે. બંને એકબીજાને જોતાની સાથે જ લડવાનું શરૂ કરે છે, પરંતુ આ દિવસોમાં જે વીડિયો સામે આવ્યો છે તેમાં એક બિલાડી કૂતરાને બચાવવા માટે બીજી બિલાડી સાથે લડતી દેખાય છે. કૂતરા અને બિલાડીની આ મિત્રતા જોઈને લોકો ખૂબ જ આશ્ચર્યચકિત થાય છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે બિલાડી કૂતરા સાથે લડી રહી છે ત્યારે બીજી બિલાડી બેન્ચ પરથી કૂદીને બાલ્કની પર ઉભેલી બિલાડી પર હુમલો કરે છે અને કૂતરાને બચાવે છે. આ બિલાડી અને કૂતરાની મિત્રતાનો વીડિયો હાલમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે આ રમુજી વીડિયો @Rexchapman નામના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, જેમાં કેપ્શન છે કે, “તમે તેને સ્પર્શ કરવાની હિંમત કરશો નહીં.” સોશિયલ મીડિયા પર આ વીડિયો લોકો કૂતરા અને બિલાડીની મિત્રતાનો ખૂબ પસંદ કરી રહ્યા છે. વપરાશકર્તાઓ આ વિડીયોને પસંદ કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા જોવા મળી રહ્યા છે.

એક યુઝરે લખ્યું, “મેં કૂતરા અને બિલાડી વચ્ચે આવી મિત્રતા પહેલા ક્યારેય જોઈ નથી.” જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, “આ વીડિયો જોયા પછી એવું લાગે છે કે દુશ્મનો પણ ખરેખર મિત્ર બની શકે છે.” અત્યાર સુધીમાં આ ફની વીડિયોને 6.5 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

Related Post

Verified by MonsterInsights