Fri. Oct 11th, 2024

Viral video : ખિસકોલીને સાપ માની રહ્યો હતો સરળ શિકાર, જીવસટોસટની લડાઈનો વીડિયો થયો વાયરલ, બંને વચ્ચે જામ્યો ખરાખરીનો જંગ

સાપ ભલે એના રસ્તે ચાલ્યો જાય પણ, તેને ઘણા લોકો નાપસંદ કરે છે. પરંતુ ઘણા પ્રાણીઓ એવા પણ છે જે સાપને જોયા બાદ પોતાનો માર્ગ બદલી નાખે છે. પણ ક્યારેક આ ઝેરી જીવની હવા પણ ચુસ્ત બની જાય છે. આવો જ એક વીડિયો સાપ અને ખિસકોલીનો આ દિવસોમાં સામે આવ્યો છે. તમે પણ એક ક્ષણ માટે હેરાન થઈ જશો.

વીડિયોમાં એક ઝેરી સાપે નાની ખિસકોલી પર હુમલો કરવાની ભૂલ કરી હતી, ત્યારબાદ ખિસકોલીએ સાપને તેની કુશળતા અને ચાલાકીથી પાઠ ભણાવ્યો હતો કે સાપને હારનો સામનો કરવો પડ્યો હતો. ટ્વિટર પર Life and Nature નામના પેજ પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક સાપ અહીં શિકાર માટે ભટકી રહ્યો છે, જ્યારે તેણે એક ખિસકોલી જોઈ ત્યારે તેણે તેને શિકાર કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ સાપના સળી પછી ખિસકોલી બહાદુરીથી સાપનો સામનો કરે છે અને તેને ભૂકા બોલાવી દે છે. સાપ જેવો ખિસકોલી પર હુમલો કરવા માટે તેની ફેણ લંબાવે છે. ત્યારે જ ખિસકોલી તેની ફેણ પકડે છે અને તેને તેના મોઢાથી કચડી નાખવાનો પ્રયત્ન કરે છે. તે જ સમયે, સાપ પોતાનો જીવ બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.

યુઝર્સ દ્વારા ખિસકોલી હિંમતને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આવા ઝઘડા અવારનવાર જોવા મળે છે. જ્યારે ઝેરી સાપ ખિસકોલી અને તેમના બચ્ચાને પોતાનો શિકાર બનાવવા માટે પહોંચે છે અને ખિસકોલી પોતાના જીવસટોસટની બાજી ખેલીને તેમના બચ્ચાનો જીવ બચાવવાનો પ્રયત્ન કરે છે. સાપ સાથે પહેલેથી જ અથડામણ કરે છે જેથી સાપ તેના બાળકોને નુકસાન ન પહોંચાડે.

 

Related Post

Verified by MonsterInsights