અમરેલી જિલ્લાના પ્રભારીમંત્રી શ્રી અને અન્ન નાગરિક પુરવઠાના રાજ્યકક્ષાના મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આજે મારુ ગામ કોરોનામુક્ત ગામ અભિયાન અંતર્ગત બેઠક અમરેલી જિલ્લાના અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી. આ તકે પ્રભારીમંત્રીશ્રીએ અમરેલી જિલ્લામાં કોવીડ-૧૯ની સ્થિતિની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

અમરેલીના અધિકારીશ્રીઓને અભિનંદન પાઠવતા પ્રભારીમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં કોરોનાનું સંક્રમણ પ્રમાણમાં વધુ છે જ્યારે અમરેલી જિલ્લો ઉચ્ચ અધિકારીઓની સતત દેખરેખ અને માઈક્રો પ્લાનિંગનાં લીધે સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. જિલ્લામાં શરૂઆતના સમયથી જ કેટલાક પ્રેઇવેન્ટીવ મેઝર્સ લઈને સંક્રમણ વધુ ફેલાવા નથી દીધું જે ખરેખર પ્રશંસનીય છે.

ઉપસ્થિત સૌ લોકપ્રતિનિધિઓને સંબોધતા પ્રભારીમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં કોરોનની ત્રીજી લહેર આવવાની સંભાવના છે ત્યારે ગ્રામ્યકક્ષાએ સંક્રમણ વધુ ન ફેલાય તે માટે ગ્રામજનોમાં જાગૃતિ આવે તેવા પ્રયત્નો અત્યંત જરૂરી છે. આ ઉપરાંત ગ્રામકક્ષાએ વધુમાં વધુ લોક ભાગીદારીથી કોમ્યુનિટી કોવીડ કેર સેન્ટર બને અને સંક્રમિત લોકો આઇસોલેશન રહેવા આવા સેન્ટરનો ઉપયોગ કરે તે માટે જાગૃત કરવા પણ જરૂરી છે.

આ બેઠકમાં સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય શ્રી જે. વી. કાકડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ સુશ્રી રેખાબેન મોવલિયા, જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓક, જિલ્લા પોલીસ વડા શ્રી નિર્લિપ્ત રાય અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર, અધિક કલેક્ટર શ્રી એ. બી. પાંડોર તથા વિવિધ પંચાયતોના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ સદસ્યો જોડાયા હતા.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights