author

Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

રાજકોટ – રાજયને હચમચાવી નાખનાર રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં વધુ એક મોટો ઘટસ્ફોટ ખુલાસો થયો છે જેમાં, આરોપી અને પૂર્વ ટીપીઓ અધિકારી મનસુખ સાગઠિયાની તપાસમાં એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. લાંચીઓ, ભ્રષ્ટ અધિકારીની કાળી કમાણીનો વધુ એક પટારો છતો થયો છે. રાજકોટ અસીબી એ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની સીલ કરેલ ઓફિસમાં તપાસ […]

લાખણીમાં 11 ઇંચ વરસાદ, રાજ્યમાં 6 વ્યક્તિનાં મોત

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધમધોધાકટ વરસાદ પડ્યા પછી મેઘરાજાએ સુકાન બદલ્યું છે મંગળવારે ઉત્તર ગુજરાત પર સાંબેલાધારે વરસીને સૂકા પ્રદેશમાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે. બનાસકાંઠા જિલ્લાના લાખણીમાં આભ ફાટ્યું હોય એમ જોવા મળે છે, ત્યાં 11 ઇંચ વરસાદ થતાં જનજીવન પર ભારે અસર પડી છે. મહેસાણા અને બેચરાજીમાં 4-4 ઇંચ વરસાદ પડ્યો. છેલ્લા 24 કલાકમાં […]

સુઈગામ-નડાબેટનું રણ દરિયો બન્યું

વાવ : બનાસકાંઠા જિલ્લાની આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલ સુઈગામ તાલુકાનાં નડાબેટનાં રણમાં વરસાદી પાણીથી રણ જાણે દરિયામાં ફેરવાઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સુઈગામ પંથકમાં સવારે 6:00થી બપોરે બે વાગ્યા સુધીમાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા પાણી જ પાણી જોવા મળ્યા હતા જ્યારે પર્યટન સ્થળ તરીકે જાણીતા નડાબેટ બોર્ડર પર વરસાદી માહોલને પગલે […]

ST બસ વ્યવહારને અસર – સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારમે સંખ્યાબંધ બસના રુટ કરાયા બંધ

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે ST વ્યવહારને અસર જોવા મળી છે. ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં સંખ્યાબંધ બસના રુટ બંધ કરાયા. તેમાં ઉન ખીજડીયા અને મોરિદાડ ગામની ટ્રીપ કેન્સલ કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાતા મુસાફરોને હાલાકી પડી રહી છે. ગ્રામીણ વિસ્તારમાં જ્યા જ્યાં પાણી ભરાયાં છે ત્યાં એસટી બસની ટ્રીપ કેન્સલ કરવામાં આવી […]

ઉકાઇ ડેમમાં પાણીની આવક એક દિવસમાં 1 ફૂટનો વધારો થતાં સપાટી 309.98 ફૂટે પહોંચી

ઉકાઈ – તાપી : દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઇ ડેમમાં પાણીની આવક થવાનું પ્રારંભ થયું છે. મળતી માહ્તી મુજબ ઉપરવાસમાં વરસાદ પડતાં હથનુર ડેમમાંથી પાણી  છોડવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના હથનુર ડેમનો એક ગેટ એક મીટર ખોલવામાં આવ્યો છે. ઉકાઈ ડેમમાં 6,392 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ઉકાઈ ડેમની હાલની સપાટી 305.47 ફૂટ પર પોહચી છે. […]

અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર, 2 અન્ડરબ્રિજો બંધ કરવા પડ્યા

અમદાવાદ શહેરમાં રવિવાર 30મી જૂનના બપોરના ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયું. શહેરના બે અન્ડરબ્રિજમાં પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહાર બંધ કરાયા. શહેરભરમાં ભરાયેલ વરસાદી પાણીના નિકાલ માટે સાબરમતી નદી ઉપર વાસણા બેરેજના ચાર દરવાજા ખોલવા માટે તંત્રને ફરજ પડી. દક્ષિણ-મધ્ય ગુજરાતની સાથે સાથે આજે અમદાવાદ શહેરમાં પણ બપોરના સમયે સારો વરસાદ વરસ્યો હતો. […]

પ્રીપેડ અને પોસ્ટપેડ ટેરિફમાં વધારો થવાના કરાણે જુલાઈથી મોબાઈલ બીલ વધુ મોંધા થશે,

નવીદિલ્હી, – સ્પેક્ટ્રમની હરાજી પુરી થયા બાદ હવે ટેલિકોમ કંપનીઓ રેટ વધારવાની તૈયારી કરી રહી છે. નિષ્ણાંતોના મતે 15 થી 20% રેટ જુલાઈથી વધી શકે છે, જેના કારણે મોબાઈલ ઉપયોગ કરતાઓને ભારણ વધી જશે. ટેલિકોમ કંપનીઓ હેડલાઇન ટેરિફ પણ વધારી શકે છે. સરકારે સ્પેક્ટ્રમની હરાજી માટે રિઝર્વ કિંમત રૂપિયા 96,238 કરોડ રાખી હતી, પરંતુ બીજા […]

ત્વચાના કાળા રંગના લીધે 1000 ઓડિશન આપવા છતાં બોલીવુડમાં રિજેક્શન જ મળ્યું

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝમને લઈને હંમેશા મોટી ચર્ચા થતી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓએ આનો અનુભવ કર્યો છે. નેપોટિઝમ સિવાય ઘણી અભિનેત્રીઓને ત્વચાના રંગને કારણે રિજેક્શન મળ્યું છે. આવી જ એક અભિનેત્રી એટલે શોભિતા. જેને જેની ત્વચાના રંગને કારણે હિન્દી ફિલ્મમાં નહોતા લેતા, એ અભિનેત્રીએ પોતાના દમ પર મેળવ્યું છે હોલીવુડમાં સ્થાન. […]

પેપરલીક મામલે યોગીની યુપી સરકાર એક્શનમાં, ઉત્તર પ્રદેશ પબ્લિક એક્ઝામિનેશન ઓર્ડિનન્સ 2024 લાવવાની મંજૂરી આપી

લખનૌ – પેપર લીક કરનારાઓ સામે મુખ્યમંત્રી યોગી સરકાર એક્શનમાં આવી છે, મળેલી કેબિનેટની બેઠકમાં યોગી સરકારે ઉત્તર પ્રદેશ પબ્લિક એક્ઝામિનેશન ઓર્ડિનન્સ 2024ને મંજૂરી આપી દીધી છે. આ બાબતે મળતી માહિતી મુજબ, આ અંતર્ગત જો પેપર લીકમાં દોષી સાબિત થાય તો 2 વર્ષની આજીવન કેદ સુધીની સજા અને 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. યોગી […]

ગાંધીનગર પોલીસે એચ બ્લ્યુ સ્પા અને સોફી યુનિક સ્પામાં દેહવિક્રયનો ગેરકાયદેસર વેપાર કરતાં 3 લોકોની અટકાયત કરી

ગાંધીનગર – તા. 25, પોલીસને માહિતી પ્રાપ્ત થતા ગાંધીનગરમાં રિલાયન્સ ચાર રસ્તા નજીક એચ સ્પા બ્લ્યુ અને સોફી યુનિક સ્પા પર પોલીસે પ્રતિબંધિત અને ગેરકાયદેસર કૃત્યો રોકવા દરોડો પડ્યો હતો. આ બંને સ્પા સેન્ટરમાં સ્પાના નામે અનૈતિક વેપારનો કારોબાર બેફામ ચાલતો હતો. ગાંધીનગરના ડીવાયએસપી ડી ટી ગોહિલે આ અંગે બે મહિલા સહિત ત્રણની ધરપકડ કરી […]

Verified by MonsterInsights