Wed. Sep 18th, 2024

અમેરિકાથી ભારત સરકારને કોવિડ-19ની સારવાર માટે અમેરિકામાં રહેતી આ ગુજરાતી યુવતીએ રૂ. 35 કરોડના મૂલ્યના રેમડેસિવિર ઈન્જેકશનનું કન્સાઈન્મેન્ટ દાન સ્વરૂપે મોકલ્યું

રૂપા દેવાંગ નાયક દશવાડાના કાળીદાસ નાયકના પુત્રવધુ છે. જેઓ મફતલાલ ગ્રુપમાં મુંબઈ ખાતે વાઈસ પ્રેસિડેન્ટના હોદ્દા ઉપર હતા. 35 કરોડના બહુમૂલ્ય જીવનરક્ષક ઈન્જેક્શનના દાન થકી આ પરિવારે અનાવિલ સમાજનું નામ રોશન કર્યુ છે.

દેશમાં કોરોનાનું કિડિયારું ઉભરાયું છે. છેલ્લા ત્રણ દિવસથી રોજના ચાર લાખથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસ(Coronavirus)ના કેસ ઘટી રહ્યા છે તો સામે સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. જે રાજ્ય માટે ખૂબ જ મોટી રાહતની વાત છે. કોરોના મહામારીની શરૂઆતથી આજ સુધીમાં રાજ્યમાં 5 લાખથી વધુ લોકો સાજા થયા છે. રાજ્યમાં શુક્રવારે કોરોના વાયરસના નવા 12064 કેસ નોંધાયા હતા. જેની સામે 13085 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણના કારણે 119 લોકોના મોત થયા હતા. આ સાથે જ કુલ મૃત્યુઆંક 8154 પર પહોચ્યો છે.

વલસાડના પારડી તાલુકાના વલવાડા ગામની વહુ અને પરિયાના સુભાષભાઈ છોટુભાઈ દેસાઈની દીકરી રૂપા દેવાંગ કાળીદાસ દેસાઈએ અમેરિકાથી ભારત સરકારને કોવિડ-19ની સારવાર માટે રૂ. 35 કરોડના મૂલ્યના રેમડેસિવિર ઈન્જેકશનનું કન્સાઈન્મેન્ટ દાન સ્વરૂપે મોકલ્યું છે. જેને મુંબઈની કેતન અને પાર્થવ નામના વ્યકતિ ઓ એ એસ.કે. એજન્સીઝે કસ્ટમમાંથી ક્લિયર કરાવી ભારત સરકારને વિતરણ માટે સોંપી દીધુ છે.

Related Post

Verified by MonsterInsights