ગુજરાત:કેન્દ્ર સરકારે ચક્રવાતી તોફાન ‘તૌકતે’ આગામી 6 કલાકમાં વધુ ખતરનાક બને તેવી સંભાવના વ્યક્ત કરી છે. બીજી તરફ હવામાન વિભાગે શનિવારે કહ્યું કે અરબ સાગર પર સર્જાયેલું પ્રેશર ઝોન હવે ચક્રવાતી તોફાન ‘તૌકતે’ માં ફેરવાઈ ગયું છે અને 18 મેની આસપાસ પોરબંદર અને નલિયા વચ્ચેનો ગુજરાતનો દરિયાકિનારો વટાવે તેવી સંભાવના છે. ‘તૌકતે’ 16 થી 18 મેની વચ્ચે અત્યંત ભીષણ તોફાનનું સ્વરૂપમાં રહેશે. વિભાગે આગામી 24 કલાકમાં કર્ણાટક માટે તોફાનની ચેતવણી જારી કરવામાં આવી છે. અરબ સાગર ઉઠેલું ચક્રવાત કેરળ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગોવા જેવા રાજ્યોમાં કહેર વર્ષાવી શકે છે.
હવામાન વિભાગ દ્વારા બપોરે 1:45 કલાકે જારી કરાયેલા બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે, “આગામી છ કલાક દરમિયાન તે ‘ભીષણ ચક્રવાતી તોફાન’માં ફેરવાય તેવી સંભાવના છે અને પછીનાં 12 કલાકમાં તે’ અત્યંત ભીષણ ચક્રવાતી તોફાન ‘બની શકે.” તેનાં ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધવા અને 18 મેનાં દિવસે બપોરે કે સાંજનાં સમયે પોરબંદર તથા નલિયા વચ્ચે ગુજરાતનો સમબદ્ર કિનારે વટાવે તેવી સંભાવના છે.”
કેન્દ્ર અને દરિયાકાંઠાના રાજ્યોની સરકારો ચક્રવાતનો સામનો કરવા માટેની તૈયારી કરી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નિકટવર્તી ચક્રવાત ‘તૌકતે’ સાથે સંકળાયેલી તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજી છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) એ ચક્રવાતને પગલે રાહત અને બચાવ કામગીરીનાં હેતુ માટે તેની ટીમોની સંખ્યા 53 થી વધારીને 100 કરી છે.
કેન્દ્રીય જળ આયોગે પણ કેરળના મધ્ય અને ઉત્તરીય ભાગ, નજીકના દક્ષિણ કાંઠાનાં અને કર્ણાટકના દક્ષિણ કાંઠાના વિસ્તારોમાં ચક્રવાત માટે મધ્યમથી ઉચ્ચ સ્તરના જોખમની ચેતવણી જારી કરી છે. ગોવામાં ચક્રવાતને પગલે સરકારે જરૂરી પગલાં લીધાં છે. આઇએમડી અનુસાર, ચક્રવાતને કારણે કોંકણ અને ગોવામાં 15 અને 16 મેના રોજ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ગોવા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસે કહ્યું કે તેણે પરિસ્થિતિ ને પહોંચી વળવા માટે પોતાના કર્મચારીઓને તૈયાર રાખ્યા છે.
મહારાષ્ટ્રનાં મુખ્ય પ્રધાન રાજ ઠાકરેએ રાજ્યનાં સમુદ્ર કિનારાનાં જિલ્લાઓનાં અધિકારીઓને સાવધાન રહેવા અને પરિસ્થિતીનાં સામના માટે ઉપકરણોથી સુસજ્જ રહેવાની સુચના આપી છે.