ગુજરાતમાં કોરોનાનાં કેસ ઘટી રહ્યા હોય તેવું આંકડા જોતા જણાય છે, પરંતું ખરી હકીકત એ છે કે રાજ્યમાં કોરોના ટેસ્ટીંગ ઘટ્યું છે, જેના કારણે સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. આજે કોરોના વાયરસના નવા 11,892 કેસ આવ્યા છે. જ્યારે 14,737 લોકોએ કોરોના હરાવ્યો છે. આજે કોરોના સંક્રમણના કારણે 119 લોકોના મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 8273 થયો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 5,18,234 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 1,43,421 થયો છે. જેમાંથી 782 લોકો વેન્ટિલેટર પર અને 518234 લોકોની હાલત સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 77.36 ટકા છે.

રાજ્યમાં આજે કુલ 119 લોકોના મોત થયા છે જેમાં. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 15,  સુરત કોર્પોરેશન-7,  વડોદરા કોર્પોરેશન 7,  મહેસાણામાં 3, વડોદરા 5, રાજકોટ કોર્પોરેશન 6,  જામનગર કોર્પોરેશમાં 6,  રાજકોટ-6, બનાસકાંઠા-1,  ભાવનગર કોર્પોરેશમાં 5, સુરતમાં 5, જામનગરમાં-7,  જૂનાગઢમાં-6, જૂનાગઢ કોર્પોરેશનમાં 4,  પંચમહાલમાં 1, ગીર સોમનાથમાં-1,  કચ્છમાં-5, દાહોદ -0, આણંદ-1, મહિસાગર-1, અરવલ્લીમાં-0,  ગાંધીનગર  1, પાટણ-2, અમરેલી-1, ખેડા-2, સાબરકાંઠા-0, ભરુચ-3, ગાંધીનગર કોર્પોરેશન 1,નવસારી-1, વલસાડ-2, ભાવનગર-7,  છોટા ઉદેપુર-1, અમદાવાદ-1, સુરેન્દ્રનગર-1, મોરબી-1, નર્મદા-0, દેવભૂમિ દ્વારકા-2 અને બોટાદમાં 1 મોતનો સમાવેશ થાય છે.

રાજ્યનાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં નોંધાયેલા કોરોના દર્દીઓની વિગત આ પ્રમાણે છે, આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3359,  સુરત કોર્પોરેશન-889,  વડોદરા કોર્પોરેશન 710,  મહેસાણામાં 588, વડોદરા 429, રાજકોટ કોર્પોરેશન 396,  જામનગર કોર્પોરેશમાં 382,  રાજકોટ-290, બનાસકાંઠા-280,  ભાવનગર કોર્પોરેશમાં 280, સુરતમાં 273, જામનગરમાં-264,  જૂનાગઢમાં-259, જૂનાગઢ કોર્પોરેશનમાં 246,  પંચમહાલમાં 231, ગીર સોમનાથમાં-223,  કચ્છમાં-189, દાહોદ -179, આણંદ-176, મહિસાગર-175, અરવલ્લીમાં-171,  ગાંધીનગર-160, પાટણ-155, અમરેલી-146, ખેડા-139, સાબરકાંઠા-139, ભરુચ-131, ગાંધીનગર કોર્પોરેશન-124, નવસારી-121, વલસાડ-102, ભાવનગર-99,  છોટા ઉદેપુર-98, અમદાવાદ-83, સુરેન્દ્રનગર-76, મોરબી-72, નર્મદા-67, દેવભૂમિ દ્વારકા-58, તાપીમાં-49,પોરબંદરમાં-46, બોટાદમાં 30 અને ડાંગમાં 8 કેસ સાથે કુલ 11892 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 1,02,87,224  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ જ્યારે 31,15,821  લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,34,03,045 લોકોને રસીકરણના ડોઝ લગાવવામાં આવ્યો છે. આજે 18થી 44 વર્ષ સુધીનાં 19,276 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 39,790 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 1,16,114 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page