Fri. Oct 4th, 2024

ગુજરાતમાં તૌક્તેનું તાંડવ : ગીરસોમનાથમાં મોબાલઇનો ટાવર ધરાશાયી

તૌક્તે વાવાઝોડાએ અત્યંત ગંભીર રૂપ ધારણ કરી લીધું છે અને તે ગુજરાત પહોંચી ગયું છે. ‘તૌક્તે’ વેરાવળથી દક્ષિણ-પૂર્વમાં 220 કિમી દૂર છે અને તે 13 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. જોકે, આ વાવઝોડું ત્રાટકે એ પહેલાં જ ગીરસોમનાથમાં મોબાઇલનો ટાવર ધરાશાયી થવાનો એક લાઇવ વીડિયો સામે આવ્યો છે.

ગીરસોમનાથમાં આ વીડિયો વાયરલ થયો છે, જેમાં મોબાઇલનો ટાવર પત્તાના મહેલની જેમ ક઼ડડભૂસ થયો છે. આ વીડિયો કોઈ સ્થાનિક દ્વારા લેવામાં આવ્યો છે પરંતુ જિલ્લાના ક્યા શહેરનો છે તેની પુષ્ટી નથી. સંભવત: સાંજે ટાવર ખાબક્યો એ વાવાઝોડા પહેલાનો વીડિયો હશે. હાલમાં વાવાઝોડું આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી ત્રાટક્યું નથી. જોકે, એ પહેલાં પણ ગીરસોમનાથમાં અનેક ગામોમાં વીજળી ગુલ છે અને મકાનોના છાપરા ઉડવાની ઘટનાઓ સામે આવી છે.

Related Post

Verified by MonsterInsights