ગુજરાતમાં હવે હની ટ્રેપના કિસ્સાઓ વધી રહ્યાં છે. યુવકોને માયાજાળમાં ફાસીને રૂપિયા પડાવવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે બારડોલીમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વેપારીએ વીડિયો કોલમાં કરેલી બિભત્સ હરકતોથી યુવતીએ તેને ફસાવવાનું શરૂ કર્યું. આખરે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બારડોલી નગરના એક વેપારીના મોબાઈલ પર 13 મેના રોજ સોશિયલ મીડિયા પર એક યુવતીનો મેસેજ આવ્યો હતો. ત્યાર બાદ યુવકે આ યુવતી સાથે મિત્રતા વધારી હતી. તે રોજ આ યુવતી સાથે વાત કરતો હતો. મિત્રતાના બે દિવસ બાદ યુવક અને યુવતી વચ્ચે વીડિયો કોલ થવા લાગ્યા હતા. 15 મેના રોજ પહેલો વીડિયો કોલ થયો હતો. ત્યારે આ વીડિયો કોલમાં યુવતીએ બિભત્સ ચેનચાળા કર્યા હતા. તો સામે યુવકે પણ બિભત્સ હરકતો કરી હતી. પણ યુવકને ખબર ન હતી કે તેની આ હરકત પાછળથી તેને ભારે પડી શકે છે.
યુવતીએ યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો
યુવતીએ યુવકની આ હરકતનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. તેના બાદ યુવતીએ યુવકને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું. જોકે, યુવક તાબે ન થતા યુવતીએ યુવકની બિભત્સ હરકતોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. ત્યારે યુવક ગભરાઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોતાની જેમ અન્ય કોઈ આવી રીતે ભોગ ન ન બને તે માટે તેણે બારડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.