ગુજરાતમાં આમ આદમી પાર્ટી હવે લડી લેવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે.ભાજપ સાથે ટક્કર લેવા માટે હવે એક અનોખો કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો છે. આવનારા સમયમાં ભાજપ દ્વારા જેટલા પણ દિવસોની ઉજવણી કરવામાં આવશે તેટલા દિવસો આમ આદમી પાર્ટીના વિવિધ આગેવાનો દિવસ સબંધિત તથ્યો રજૂ કરતો કાર્યક્રમ કરશે…
આ મામલે અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીની પ્રેસ યોજાઈ હતી.જેમાં ‘આપ’ના ગુજરાતના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે છેલ્લા 25 વર્ષથી ભાજપ સરકાર નિષ્ફળ રહી છે.વર્ષોથી ગુજરાતની જનતાએ વિકલ્પના અભાવે ભાજપને વોટ આપી વિજયી બનાવી છે. ભાજપે 5 વર્ષ પૂર્ણ થયાના કાર્યક્રમ જાહેર કર્યો છે, તેની સામે આપ પાર્ટીએ તેના સમકક્ષ કાર્યક્રમ રાખેલ છે..ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ભાજપે તો ખરેખર તો 25વર્ષ નિષ્ફળ થવાના લીધે માફી માંગવી જોઈએ…
‘આપ’ના કાર્યક્રમો
1 ઓગસ્ટના રોજ આપ પાર્ટી જ્ઞાન દિવસનાં જગ્યાએ અજ્ઞાન દિવસ ઉજવશે
4 ઓગસ્ટના રોજ નારી ગૌરવ દિવસ ઉજવવાનું છે ત્યારે આમ આદમી પાર્ટી નારીઓ નેં થયેલ અન્યાય ને ઉજાગર કરસે
5 ઓગસ્ટના રોજનાં કિશાન દિવસ ઉજવાશે ત્યારે આપ પાર્ટી ખેડૂતો ના પ્રશ્નો ને વચા આપશે તેમજ ખેડૂતો નેં થયેલ અન્યાય વિરૂધ્ધ અવાજ ઉઠાવશે
6 ઓગસ્ટના રોજનાં રોજગાર દિવસ ઉજવશે તેના બદલે આપ પાર્ટી યુવાનો સાથે કેવી રીતે અન્યાય થઈ રહ્યો છે તેનો કાર્યક્રમ રાખશે
7 ઓગસ્ટના રોજ નાં વિકાસ દિવસ ઉજવાશે તેના બદલે આપ પાર્ટી લોકો ઝુંપડામાં રહે છે લોકો કોરોના કાળના પાયમાલ થઈ ગયા છે તેની અધોગતિ દિવસ તરીકે ઉજાગર કરશે
8 ઓગસ્ટના રોજ નાં રોજ ભાજપ શહેરી જન સુખાકારી ઉજવાશેનાં બદલે શહેરોમાં તથા ગામડામાં ગટરોના પ્રોબ્લમ, તૂટેલા રસ્તાઓ તેમજ વિવિધ તકલીફો બતાવશે
9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ ઉજવશે ત્યારે અમે આદિવાસી સમાજને થયેલ નુકસાન ઉજાગર કરશે અને સોશિયલ મીડિયામાં પ્રદર્શન કરશે તેમજ ગ્રાઉન્ડ લેવલ પણ પ્રદર્શન યોજાશે.