રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા લેવાયેલી ગુજકેટની પરીક્ષાનું પરિણામ આજ રોજ જાહેર થવાનું હોય વિદ્યાર્થીઓ માં ભારે ઉત્સુકતા નો માહોલ જોવા મળી રહ્યો છે. આજે તા. 21-8-2021ના રોજ શનિવારે સવારે 10 કલાકે બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર થવા અંગે આગલા દિવસે જાહેરાત થયા બાદ વિદ્યાર્થીઓ વહેલા ઉઠી ગયા હતા અને પરિણામ માટે ઉત્સુક જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓ પોતાનો સીટ નબર નાખીને પરિણામ જોઇ શકશે આ માટે પરિવારના સભ્યો અને મિત્રો માં સવાર થી જ ભારે ઉત્સુકતા જોવા મળી હતી.