news18.com

પાલનપુરમાં બેકાબૂ ટ્રેલર બાઈક પર પડતા 2 પટેલ યુવકો સહિત 3ના મોત

0 minutes, 0 seconds Read

રાજ્યમાં રોડ અકસ્માતની ઘટના અવાર નવાર સામે આવે છે. ક્યારેક વાહન ચાલકની નાની એવી બેદરકારી પણ લોકોના જીવને જોખમમાં મૂકી શકે છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના મહેસાણામાં સામે આવી છે. મહેસાણા જિલ્લાના ખેરાલુમાં એક બેકાબૂ ટ્રેલર ડિવાઈડર સાથે અથડાઈને સામેથી આવી રહેલી બાઈક પર પડયો હતો. આ ઘટનામાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. અકસ્માતની ઘટનાને પગલે લોકોના ટોળા ઘટના સ્થળ પર એકઠા થઇ ગયા હતા. તો બીજી તરફ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

રિપોર્ટ અનુસાર પાલનપુર દેલવાડાથી વેટ મિક્સ ભરીને એક ટ્રેલર વણાકરી જઈ રહ્યું હતું. તે સમયે ખેરાલુમાં દૂધ શીત કેન્દ્ર આગળ કોઇ કારણોસર આ ટ્રેલરના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. તેથી ટ્રેલર પહેલા રોડના ડિવાઈડર સાથે અથડાયું અને ત્યારબાદ આ ટ્રેલર સામેથી આવી રહેલી એક બાઈક પર પલટી મારી ગયું હતું.

ટ્રેલર પલટી મારતાની સાથે તેમાં ભરેલું વેટ મિક્સ રસ્તા પર ઢોળાઈ ગયું હતું. બાઈક સવારો જે ટ્રેલર નીચે દબાઈ હતા તે પણ વેટ મિક્સ નીચે દબાઈ ગયા. બાઇક સવાર ઉપરાંત અન્ય બે વ્યક્તિ પણ ટ્રેલરની અડફેટે આવતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટનાની જાણ આસપાસના સ્થાનિક લોકોને થતા તેઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. તો બીજી તરફ વેટ મિક્સ નીચે દબાયેલા યુવાનોને કાઢવા માટે JCBની મદદ લેવામાં આવી હતી.

આ ઘટનામાં પટેલ પરિવારના બે લોકોના મોત થયા હતા. આ ઘટનાના બે અન્ય યુવકો ઈજાગ્રસ્ત થતા હતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ રસ્તામાં એક યુવકોને ગંભીર ઇજાના કારણે મોત થયું હતું. ટ્રેલર નીચે દબાતા જે યુવકોના મોત થયા હતા તેના નામ કપિલકુમાર પટેલ અને અમરત પટેલ હોવાનું સામે આવ્યું છે. જોકે આ બંને વિસનગરા કાંઠાના ગણેશપુરામાં રહેતા હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ જીગર ઠાકોર નામનો વ્યક્તિ ટ્રેલરની અડફેટે આવતા તેનો પગ કપાઈ ગયો હતો.

અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બીજી તરફ અન્ય એક યુવાન વધુ ઈજાગ્રસ્ત થતા તેને વડનગરની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ વધુ સારવાર માટે મહેસાણાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ટ્રેલર ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. તેથી આ બાબતે પોલીસે હવે ટ્રેલરના માલિક સામે કાર્યવાહી શરૂ કરી છે.

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights