Fri. Sep 20th, 2024

બાબરા લાઠી દામનગર સિવિલ હોસ્પિટલમાં ઓટો ઓક્સિજન મશીન અર્પણ કરાયું

બાબરા લાઠી દામનગર સિવિલ હોસ્પિટલમાં ઓટો ઓક્સિજન મશીન અર્પણ કરાયું
સૌરાષ્ટ્ર પટેલ કલ્ચરલ યુ એસ એ ના આર્થિક યોગદાન થી અર્પણ કરાયું
સ્થાનિક ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરના વરદ હસ્તે લોકાર્પણ કરાયું
–//////////////////////////////////-

રાજ્યમાં કોરોના મહામારીમાં લોકોને ઓક્સિજનની ભારે ઉણપ સ્થાનિક હોસ્પિટલમાંમાં વર્તાઈ રહી હતી લોકો ઓક્સિજનની બોટલ લેવા આમ તેમ ભટકી રહ્યા હતા ત્યારે હવે ઓક્સિજન માટે કોઈ મુશ્કેલીઓ નો પડે તે માટે ઓટો ઓક્સિજનનું મશીન
યુ એસ એ સ્થાયી સૌરાષ્ટ્ર પટેલ કલ્ચરલ ના આર્થિક યોગદાનથી અમરેલી જિલ્લાના પ્રજાના આરોગ્ય કલ્યાણ અર્થે સિવિલ હોસ્પિટલમાં ઓટો ઓક્સિજન મશીન અર્પણ કરવામાં આવ્યું હતું
ત્યારે લાઠી વિધાનસભા વિસ્તારમાં બાબરા લાઠી અને દામનગર સિવિલ હોસ્પિટલમાં પણ ઓટો ઓક્સિજન મશીન લોકાર્પણ કરવામાં આવ્યું હતું ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરના વરદ હસ્તે અહીં ડો સાકીર વ્હોરાના ને અર્પણ કરવામાં આવ્યું હતું
આ તકે કે જી સાવલિયા માનવ સેવા ટ્રસ્ટ સાજીયાવદર ના એમ કે સાવલિયા,ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર,જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા પ્રભાતભાઈ કોઠીવાળ,જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુંમર,તાલુકા કોંગ્રેસ મહામંત્રી બાવાલાલ હિરપરા,મનસુખભાઈ પલસાણા,કાકુંભાઈ ચાંવ,સહિતના સ્થાનિક ગામના અગ્રણીઓ અને ડોક્ટર તેમજ તબીબી સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો
ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા જણાવ્યું હતું સૌરાષ્ટ્ર પટેલ કલ્ચરલ દ્વારા જિલ્લાના લોકોની સેવામાં જે ઓક્સિજન મશીન આપવામાં આવ્યા છે તે ખુબજ ઉપયોગી થશે

Related Post

Verified by MonsterInsights