timesofindia.indiatimes.com

ભ્રષ્ટ ઓફિસરોના પુરાવા છે? તો ACBને આ વોટ્સએપ નંબર પર મોકલી શકો છો

0 minutes, 0 seconds Read

છેલ્લાં ઘણા સમયથી લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (એસીબી) માં લાંચ રુશ્વત અને અપ્રમાણસર મિલકતોના કેસમાં વધારો થયો છે ત્યારે હવે રાજ્યમાં વિવિધ સરકારી વિભાગોમાં ભષ્ટ્રાચારના મુળ સુધી પહોંચવા માટે નવી શરૂઆત કરવામાં આવી છે, જેમાં સાર્વજનિક કરવામાં આવેલા વોટ્સઅપ નંબર પર કોઇપણ ફરિયાદી પુરાવા મોકલી શકશે. આ સાથે પેનડ્રાઇન અને સીડી પણ એસીબીની ઓફિસમાં મોકલી શકાશે.

એન્ટી કરપ્શન બ્યુરોએ ભ્રષ્ટ અધિકારી કે કર્મચારીને પકડવા માટે ટોલ ફ્રી નંબર જાહેર કરેલો છે પરંતુ હવે સોશ્યલ મિડીયાના પાવરફુલ ટુલ વોટ્સઅપ નંબર પણ જાહેર કર્યો છે.ગુજરાતમાં ભષ્ટ્રાચારને નાબુદ કરવા માટે લાંચ રુશ્વત વિરોધી બ્યુરો દ્વારા વિવિધ જીલ્લાઓમાં  ટ્રેપ કરવામાં આવે છે. દર મહિને સરેરાશ 60થી વધુ ભ્રષ્ટ અધિકારી અને કર્મચારીઓ પકડાઇ રહ્યાં છે.

કોરોના સંક્રમણ સમયમાં એસીબીની ટ્રેપમાં વધારો થયો છે. 2021માં અત્યાર સુધીમાં 125 કેસો થઇ ચૂક્યાં છે. એસીબીના સૂત્રોએ કહ્યું હતું કે ગુજરાતના કોઇ પણ શહેરમાંથી ફરિયાદ નોંધાવવી હોય તો તે સામાન્ય રીતે ટોલ ફ્રી નંબર 1064 અથવા એસીબીની કચેરીના ફોન નંબર- 079 22869228 પર નોંધાવી શકાય છે. હવે એસીબીએ તેનો વોટ્સઅપ નંબર – 90999 11055 જાહેર કર્યો છે.

રાજ્યનો કોઇપણ નાગરિક આ નંબર પર ભ્રષ્ટાચારના ફોટા કે ડોક્યુમેન્ટ એસીબીને આસાનીથી મોકલી શકે છે. કોઇ અધિકારી કે કર્મચારી અપ્રમાણસર મિલકત ધરાવતા હોય તો તેના બંગલા, વાહનો, જમીન, અને અન્ય મિલકતના ફોટોગ્રાફ કે વિડીયો મોકલાવી શકાય છે. આ ઉપરાંત પેનડ્રાઇવ અને સીડી પણ એસીબીની શાહીબાગ સ્થિત ઓફિસમાં આપી શકાશે.

લાંચ રુશ્વત વિરોધી બ્યુરોને વોટ્સઅપના માધ્યમથી વિડીયો અને ફોટો મળે ત્યારે તેની તપાસ એસીબીની સ્પેશ્યલ ટીમ કરશે. વિભાગના અધિકારીની વિશેષ ટીમની રચના કરવામાં આવી છે. આક્ષેપિત વ્યક્તિનો ઇતિહાસ અને તેની હાલની સ્થિતિ પણ તપાસવામાં આવશે. પુરાવાના આધારે જે તે આક્ષેપિત સામે ગુનો નોંધવામાં આવે છે. વોટ્સઅપમાં આવતા વિડીયો કે ફોટોગ્રાફ અને અન્ય વિગતોની ચકાસણી તેમજ પ્રાથમિક તપાસમાં વધુ સાવચેતી જરૂરી હોવાથી આ ટીમની રચના કરવામાં આવી છે.

author

Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights