Mon. Nov 11th, 2024

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે આવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આજે મુલાકાત લેશે. તેઓ આજે બુધવારે નવી દિલ્હીથી હવાઈ માર્ગે ભાવનગર આવશે અને ત્યાંથી તેઓ અમરેલી ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લાના તૌકતે થી અસરગ્રસ્ત વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે જશે.

પ્રધાનમંત્રી ત્યાર બાદ અમદાવાદ આવશે અને મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થિતિનું આકલન કરશે. ત્યાર બાદ પ્રધાનમંત્રી અમદાવાદથી હવાઈ માર્ગે નવી દિલ્હી જશે.

પ્રધાનમંત્રી સૌરાષ્ટ્રની મુલાકાતે જશે ત્યારે મુખ્યમંત્રી અધિકારીઓ અને મંત્રીઓ સાથે નિરીક્ષણ માટે જશે. ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવાઇ નિરીક્ષણ સાથે સ્થળ નિરીક્ષણ કરે તેવી પ્રબળ સંભાવના છે.

તૌકતે વાવાઝોડામાંથી હેમખેમ બહાર નીકળ્યા હોવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાવો કર્યો છે. તેમણે ગઈકાલે મીડિયા સંબોધનમા જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મામલે સતત સંપર્કમાં રહ્યાં. તેમનું માર્ગદર્શન અને ચિંતા ગુજરાતને મળી રહી છે.

Related Post

Verified by MonsterInsights