શક્તિપીઠ પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા 50 લાખના ખર્ચે ઓક્સિજનનો પીએસએ પ્લાન્ટ દાન કરવાની જાહેરાત કરાઈ

0 minutes, 0 seconds Read

શક્તિપીઠ પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા 50 લાખના ખર્ચે ઓક્સિજનનો પીએસએ પ્લાન્ટ દાન કરવાની જાહેરાત કરાઈ કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા અપાયેલા ઓક્સિજન પ્લાન્ટ થકી અનેક કોરોના દર્દીઓને રાહત થશે. આ પ્લાન્ટનું સિવિલ કામ શરૂ કરીને મશીનરી માટેનો ઓર્ડર આપી દેવાયો છે. પાવાગઢ મંદિર ટ્રસ્ટ ના સેક્રેટરી રાજુભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે, તાજપુરા ખાતે કોરોનાની સારવાર લઇ રહેલ દર્દીઓને ઓક્સિજનના રૂપમાં માતાજીનો પ્રસાદ લેતા હોવાનો અનુભવ થશે.

હાલ કોરોનાને કારણે મંદિર બંધ

યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ મંદિર ટ્રસ્ટે કોરોના મહામારીન કારણે મંદિર બંધ રાખ્યું છે. મંદિર ભક્તો માટે આગામી 25 મે સુધી રહેશે બંધ. ઉલ્લેખનીય છે કે, ચૈત્રી નવરાત્રિ દરમિયાન મંદિરના દર્શન બંધ કરાયા હતા. અગાઉ 8 મે સુધી મંદિર બંધ રાખવા નિર્ણય લેવાયો હતો. જે મુદતમાં હાલની મહામારીની સ્થિતિ જોઈ વધારો કરાયો છે. તેથી ભક્તો ઓનલાઈન દર્શનનો લાભ લઈ શકશે. વિવિધ પોઇન્ટ બનાવી પોલીસ દ્વારા મોન્યુમેન્ટ અને ફરવા લાયક સ્થળો સહિત ખાસ બંદોબસ્ત રાખવામાં આવશે.

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights