મળતી જાણકારી પ્રમાણે, ગુજરાતનું એક માત્ર હિલ સ્ટેશન સાપુતારા ફરી ખુલ્લું મુકાયુ છે. કોરોનાની બીજી લહેરમાં સાપુતારા લોકડાઉનમાં બંધ કરવામાં આવ્યુ હતું.. છેલ્લાં 2 મહિનાથી બંધ ગુજરાતનું આ સ્થળ પ્રવાસીઓ ફરી ખુલ્લુ મુકાયું.
ઉલ્લેખનીય છે કે, હાલ કોરોનાના કેસ ઓછા થતા સાપુતારામાં પ્રવાસીઓ પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે. આથી પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સાપુતારા ફરી ખુલ્લું મુકાતા અને હાલ આહલાદક વાતાવરણથી કુદરતી સૌંદર્ય ખીલી ઉઠતા પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. તો બીજી તરફ પ્રવાસીઓ ફરવા આવતા સ્થાનિક વેપારીઓને પણ આવક થઈ છે.