Sun. Jun 16th, 2024

સુરતમાં ત્રણ વર્ષના પુત્રની ગળું દબાવી હત્યા કર્યા બાદ માતાએ સુસાઇડ નોટ લખી ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત,પતિના અફેર અંગે સુસાઈડ નોટમાં ઉલ્લેખ

By Shubham Agrawal Nov30,2021

સુરત: રાંદેર ઊગત રોડ વિસ્તારમાં માતાએ ત્રણ વર્ષના પુત્રની ગળું દબાવી હત્યા કર્યા બાદ સુસાઈડ નોટમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. પતિથી અલગ રહેતી મહિલાએ સુસાઈડ નોટમાં પતિના અફેર અંગે અને માનસિક ત્રાસ અપાતો હોવાનો ઉલ્લેખ પણ કર્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

દરવાજો ખોલતા માતા-પુત્ર મૃત મળ્યા
મૃતક મહિલાના પિતા અરવિંદભાઈએ જણાવ્યું હતું કે, મારી દીકરી પિંકી અને રિશું સવારે ઉઠ્યા ન હતા. જેથી માતાને ઉઠાડવા માટે મોકલી હતી. રૂમનો દરવાજો ખોલતા જ બંનેને મૃત જોયા હતા. હું બાજુમાં હતો ત્યાંથી દોડી આવ્યો હતો. ત્યારબાદ 108ને જાણ કરી હતી. તેઓએ બંનેને મૃત જાહેર કર્યા હતા.

જમાઈના શારીરિક અને માનસિક ત્રાસથી પગલું ભર્યું: પિતા
પિતાએ વધુમાં જણાવ્યું હતું કે, અમારા જમાઈના શારીરિક અને માનસિક ત્રાસથી આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. છેલ્લા સાડા ત્રણ વર્ષથી અલગ રહેતા હતા. અમારા જમાઈનું તેની ભાભી સાથે અફેર હતું. જેથી ઘર અલગને સારી રીતે રહેતા ન હતી. જોકે, જમાઈના ફોનમાં ફોટો હતો જે મારી દીકરીને જોવા પણ દેતા ન હતી. મારી દીકરી સાથે લગ્ન કર્યા બાદ સાતમા મહિનાથી શ્રિમંત પણ ન થવા દઈને માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો છે. જેથી તેને સજા થઈ જોઈએ.

પતિના અફેર અંગે સુસાઈડ નોટમાં ઉલ્લેખ
રાંદેર ઊગત રોડ વિસ્તારમાં રહેતી માતાએ પોતાના જ ત્રણ વર્ષના દીકરાની ગળું દબાવી હત્યા કર્યા બાદ સુસાઈડ નોટ લખી આપઘાત કરી લીધો હતો. મહિલાએ લખેલી એક સુસાઈડ નોટ સામે આવી છે. સુસાઈડ નોટ પ્રમાણે, આપઘાત કરનારી મહિલા તેના પતિ સતીષના અફેર અંગે જાણતી હતી. જ્યારે પતિને સપોર્ટ કરતી માતા સામે પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.

માતા રૂમમાં લટકતી હાલતમાં મળી આવી. આ તસવીર વિચલિત કરી શકે છે.
માતા રૂમમાં લટકતી હાલતમાં મળી આવી. આ તસવીર વિચલિત કરી શકે છે.

સુસાઈડ નોટમાં પતિ અંગે શું લખ્યું?
કાશ સતીશ, તું સમજતે, તારી મા પણ સમજતે. મને અને રિશુને તારી બહુ જરૂર હતી. તું અને ભાવના પણ ક્યારે નહીં સુધરો અને તમને સપોર્ટ કરવાવાળી તારી મા, મારું ઘર તોડવાવાળી તારી મા. જો ઘર કરાવવાનું જ નહીં હોય તો તારી માએ 3 લગ્ન શું કામ કરાવ્યાં. શું કામ મારી જિંદગી બરબાદ કરી. ભાવના સાથે તારું અફેર હતું, મને ખબર પડી એ જ દિવસે હું આત્માહત્યા કરવાની હતી, પણ મા-બાપના વિચારે હું અટકી જતી. હું ભાવનાથી અને તારી માથી બહુ જ નફરત કરું છું. મારું ઘર તોડી નાખ્યું તારે માએ.

પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી.

સુસાઈડ નોટમાં દીકરાની હત્યા અંગે શું લખ્યું
મારો હીરો મરી ગયો, મેં ગળું દબાવીને મારી નાખ્યો, મારું ઢીંગલું I LOVE You So Much Rishu. એ જીવતે તો તેની જિંદગી બરબાદ થઈ જતે. મારા હાથ ખૂબ જ ધ્રૂજતા હતા. મારા ઢીંગલાને મારતાં હું બહુ રડતી હતી. મારો દિલનો ટુકડો, મારી જાન મારો રિશું, સોરી દીકરા, આવી રીતે તને મારવા માટે.

આપઘાત કરનાર માતાએ દીકરીના હાથની નસ પણ કાપી હતી.
આપઘાત કરનાર માતાએ દીકરીના હાથની નસ પણ કાપી હતી.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *