મેષ રાશીફળ
ઘર પર કામ કરતા સમયે સાવધાની રાખવી. લાપરવાહી સબક બની શકે છે. અચાનક આવેલો ખર્ચ આર્થિક બોઝો અપાવી શકે છે. આજનો સમય સારો છે, મિત્રો સાથે આનંદ મોજ મસ્તી કરી શકો છો. તમારૂ વલણ ઈમાનદાર અને સ્પષ્ટવાદી રાખો. લોકો તમારી ક્ષમતાને વખાણી શકે છે. વૈવાહિક જીવન આજે શાનદાર રહેશે. આજે પરેશાનીઓ દુર રહેતા ખુશી અનુભવ કરશો.
વૃશ્ચિક રાશીફળ
બીમારી તમારી ઉદાસીનું કારણ બની શકે છે. પરિવારમાં ખુશીનો માહોલ બનાવવા માટે બહાર ફરવાનો પ્લાન બનાીવ શકો છો. ખર્ચાઓ પર કાબુ રાખવાની કોશિશ કરવી. તમે આજે કાર્યસ્થળ પર કામચોરી કરવાની કોશિશ કરશો તો પકડાઈ જશે. છુપાયેલા દુશ્મનો અફવાહ ફેલાવવા માટે અધીરા રહેશે. આજે તમારી ઉર્જા ભરપુર હોવાથી કોઈ પણ કામ હાથ પર લેશો તો તેને પુરૂ કરી શકશો. જીવનસાથી પરેશાનીનું કારણ બની શકે છે.
મિથુન રાશીફળ
આજે સાચુ કર્મ અને વિચાર તમારા માટે રાહતના સમાચાર લાવી શકે છે. માતા-પિતાની મદદથી આર્થિક તંગી દુર થઈ શકે છે. જીવનસાથી સાથેનો તણાવ દુર કરવા માટે સારો દિવસ છે. આજે કોઈની સાથે મિત્રતા કરતા પહેલા તેના વિશે જાણકારી મેળવી લેવી. નાણાકીય રોકાણ કરવા અનુભવીની સલાહ લેવી, તમારા કામમાં નવા વિચારોનો ઉપયોગ કરશો તો લાભ મળશે. આજનો દિવસ કર્મ આધારીક ખુશી આપશે જેથી, કર્મમાં ઈમાનદાર રહો, અને સમજદારી પૂર્વક નિર્ણયો લેવા.
કર્ક રાશીફળ
માનસિક દબાણ હોવા છતા તમારી તબીયત સારી રહેશે. આજે તમે ઉર્જાથી ભરપૂર રહશો, અને અચાનક કોઈ નફો મળી શકે છે. તમારા વર્તનમાં ઉદાર બનો અને પરિવાર સાથે પ્રેમ ભર્યો સ્વભાવ રાખો. જો તમે પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક બનાવી રાખશો, તો પોતાના કરિયરમાં તરક્કી તરફ મોટુ પગલું હશે. યાત્રાનો અવસર મળે તો હાથમાંથી ન જવા દેવો. જીવનસાથીની સુસ્તી તમારા કેટલાક કામ પર પાણી ફેરવી શકે છે.
સિંહ રાશીફળ
તમે ખાલી સમયનો આનંદ લઈ શકો છો. પ્રાપ્ત થયેલ ધન તમારી આશા પ્રમાણેનું નહીં હોય. બેકાર વાદ વિવાદ તમાવનો માહોલ પેદા કરી શકે છે. આજે સમજદારીથી કામ લેવું. વડીલોની વાત સાંભળવી તમારી સમસ્યાનું નિરાકરણ આવી જશે. કાર્યક્ષેત્રમાં કોઈ ષડયંત્રનો શિકાર બની શકો છો. ચીઠી-પત્રીમાં સાવધાની રાખવી. જીવનસાથીનું લર્તન તમારા વ્યવસાયીક સબંધ પર ખોટી અસર કરી શકે છે.
કન્યા રાશીફળ
ખુશી ભરેલો દિવસ છે. લાંબાગાળાના નફાને ધ્યાનમાં રાખી સ્ટોક અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું ફાયદાકારક રહેશે. મિત્રો અને સંબંધી તમારો સમય માંગી શકે છે, પરંતુ દરવાજા બંધ કરી રાજશી આનન્દ લેવાનો સમય છે. કેટલાક સહકર્મી તમારી કાર્યશૈલીથી નાખુશ રહી શકે છે. તમારી મજી પ્રમાણે કામનું પરિણામ ન મળે તો તમારી યોજનાનું વિશ્લેષણ કરી સુધાર લાવી શકો છો. આજે સમજદારીથી દિમાગનો ઉપયોગ કરી કામ કરવું.
તુલા રાશીફળ
ચિંતા કે વિચાર તમારી ખુશીને બરબાદ કરી શકે છે, જેથી સકારાત્મક રહો અને સારૂ પરિણામ આપવા પોતાની જાતને પ્રોત્સાહિત કરો. ખરાબ પરિસ્થિતિમાં હિંમત રાખવાનો ગુણ વિકસીત કરો. આજના દિવસે આર્થિક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આજે સક્રિય લોકો સાથે મુલાકાત થઈ શકે છે. લોકો તમારી સલાહ માંગી શકે છે. અને વગર વિચારે તે માની પણ શકે છે. કઈં પણ અસંભવ નથી, ઈચ્છા શક્તિથી બહાર નીકળી જશો. આજે જીવનસાથી સાથે સારો દિવસ છે. તમારી હિંમત તમને લોકપ્રિયતા અપાવશે.
વૃશ્ચિક રાશીફળ
આજનો દિવસ એવું કામ કરવા માટે સારો છે, જે કરવામાં તમને સારૂ લાગે. અચાનક ખર્ચ બોઝ વધારી શકે છે. તમારો મજાકિયો સ્વભાવ તમારી લોકપ્રિયતા વધારશે. તમારી શારીરિક ઉર્જા શાનદાર રહેશે, જેથી કોઈ પણ કામ શાનદાર રીતે કરી શકશો. આજે ઉત્સાહભર્યો માહોલ રહેશે. ગાડી ચલાવવામાં સાવધાની રાખવી. જીવનસાથી સાથે પર્યાપ્ત સમય નહીં વિતાવી શકો, પરંતુ મિત્રો સાથે સારો સમય રહેશે.
ધન રાશીફળ
અસુવિધા તમારી માનસિક શાંતી ભંગ કરી શકે છે. અટકેલા કામ અને ખર્ચ તણાવ આપશે. અન્ય લોકોની દખલ અંદાજી ગતિરોધ પેદા કરી શકે છે. કાર્યસ્થળ પર કર્મચારીને સારો લાભ મલશે. મુસાફરી માટે સારો દિવસ નથી. જીવનસાથી સાથે સારો દિવસ રહેશે.
મકર રાશીફળ
વારંવાર કામમાં તમારી દખલઅંદાજી ભાઈના ગુસ્સાનું કારણ બની શકે છે. આજે કોઈ પુછે નહીં ત્યાં સુધી જાતે સલાહ ન આપવી. પોતાની જાત પર નિયંત્રણ રાખો અનેઈમાનદાર બનવું. આજે કોઈ મોટી વ્યવસાયીક લેવડ-દેવડનું કામ કરી શકો છો. આજે નોકરીયાત અને વ્યવસાયીક બંનેને મોટો લાભ મળી શકે છે. જરૂરતમંદોને મદદ કરવાની તમારી ખાસીયત તમને સન્માન અપાવશે. જીવનસાથી સાથે યાદગાર દિવસ રહી શકે છે.
કુંભ રાશીફળ
આજે ઓફિસમાંથી ઝડપી નીકળી તમને ગમતું કામ કરી શકો છો. બેન્કના કામમાં સાવધાની રાખવી. નજીકના લોકો જીવનમાં કોઈ પરેશાની ઉભી કરી શકે છે. પોતાને અભિવ્યક્ત કરવા માટે સારો સમય છે. અને એવા પ્રોજેક્ટ પર કામ કરો જે રચનાત્મક હોય. તમે કોઈ પ્રતિયોગિતામાં જાઓ તો જીત મળી શકે છે. તમારા જીવનસાથી સાથે વાતચીત કરી કોઈ સમસ્યાનું નિરાકરણ લાવવું.
મીન રાશીફળ
ખુશનુમા જિંદગી માટે જિદ્દી સ્વભાવ અને અડિયલ વલણ બાજુ પર મુકવું, આનાથી માત્ર તણાવ આવશે અને સમયની બરબાદી જ થશે. આર્થિક મામલે માત્ર એક સ્ત્રોત પરથી જ લાભ મળી શકે તેમ છે. આજે પરિવારના સભ્ય વધારે તણાવ આપી શકે છે, બેકાબુ થયા પહેલા સીમા નક્કી કરી લેવી. કાર્યસ્થળ પર મગજ ઠંડુ રાખવું, સીધો જવાબ નહીં આપો તો સહોયગીઓ નારાજ થઈ શકે છે. આજે ગુસ્સો રહી શકે છે સચેત રહેવું.