મેષ રાશીફળ – ખુશનુમા દિવસ માટે માનસિક તણાવનેદુર રાખો. ખર્ચમાં વધારો થવાથી માનસિક શાંતી ભંગ થઈ શકે છે. સંબંધીઓના કારણે પણ તણાવ રહી શકે છે. મિત્રો સાથે મોજ-મસ્તી કરવાથી તણાવથી દુર રહી શકશો. આજે ઉતાવળમાં કોઈ નિર્ણયો ન કરવા. ભવિષ્ય માટે નવી યોજનાઓના દ્વાર ખુલી શકે છે. તમારી પ્રતિષ્ઠાને નુકશાન થાય તેવું કોઈ કાર્ય ન કરવું.
વૃષભ રાશીફળ – કઈ પણ નવું કરવાની કોઈ ઉંમર નથી હોતી, આ સચ્ચાઈ યાદ રાખવી. આજે તમારૂ દિમાગ તેજ રહેશે. સંબંધીઓ તમારા ઉદાર સ્વભાવનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી શકે છે. સાવધાન રહેવું નહીં તો ઠગાઈ થઈ શકે છે. મહત્વપૂર્ણ કરાર સમયે કોઈના દબાણમાં ન આવવું, સમજી વિચારીને નિર્ણય લેવો. જીવનસાથી સાથે મજાનો દિવસ.
મિથુન રાશીફળ – આજે તમારી તબીયત સારી રહેશે. આજે સારા પૈસા બનાવી શકો છો, પરંતુ તે હાથમાંથી સરકી ન જાય તેનું ધ્યાન રાખવું. આજે તમારો તણાવ મિત્રો સાથે રહેવાથી દુર થશે. વ્યવસાયીક કામમાં ભાગીદારનો સારો સાથ સહકાર મળી રહે. આજે ભવિષ્ય માટે કોઈ યોજના બનાવવા માટે સારો દિવસ છે.
કર્ક રાશીફળ – કોઈ મિત્ર સાથે ગલતફેમી ઉભી થઈ શકે છે. નવા આર્થિક કરાર સકારાત્મક રહેશે અને આર્થિક લાભ થઈ શકે છે. આજે પૂરા પરિારને ખુશી થાય તેવો સંદેશ મળી શકે છે. ભાગીદાર તમારા વિચારોથી ખુશ રહેશે. જીવનસાથી સાથે દિવસ મધુર રહેશે. કાર્યસ્થળ પર દિવસ સારો રહેશે.
સિંહ રાશીફળ – સામાજિક કાર્યો કરતા તમારી તબીયતનું વધારે ધ્યાન આપવું. નાણાકીય અસ્થિરતા તમને તણાવ આપી શકે છે. આજના દિવસે ભાગીદારીવાળો વ્યવસાય કરવાથી બચવું. તમારી ઉર્જા બીજા લોકોની મદદ કરવામાં વાપરો. કરિયાણાની ખરીદદારીને લઈ જીવનસાથી સાથે તકરાર થવાની સંભાવના છે. પરિવાર માટે ખર્ચ થઈ શકે છે.
કન્યા રાશીફળ – તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખવાની આવશ્યકતા છે. રોકાણ કરવાથી બચવું. મિત્રો સાથે ખુશીની પળ વિતાવો. વ્યાપારીઓ માટે સારો દિવસ છે. વ્યવસાય માટે કરવામાં આવેલી યાત્રા સકારાત્મક પરિણામ આપશે. વૈવાહિક જીવન માટે આજનો દિવસ સારો છે. એક તરફો પ્રેમ માત્ર દિલ તોડવાનું કામ કરી શકે છે.
તુલા રાશીફળ – સકારાત્મક ભાવનાઓ માટે ખુદને પ્રોત્સાહિત કરો. એક વખત આ ગુણ તમારી અંદર આવી જશે તો, ગમે તેવી મુશેકેલીમાંથી બહાર આવી જશો. ખોટા ખર્ચાઓ કરવાથી બચવું. પરિવારના સભ્યો અને જીવનસાથી તણાવનું કારણ બની શકે છે. રચનાત્મક કામમાં લાગેલા લોકો માટે ફાયદાકારક દિવસ છે. કાર્યસ્થળ પર આળસ અનુભવી શકો છો. છુપાયેલા દુશ્મનોની તમારા પર નજર છે, ષડયંત્રમાં ફસાવાથી બચવું.
વૃશ્ચિક રાશીફળ – આજે ઉધાર માંગતા લોકને નજરઅંદાજ કરવા. જે લોકો સાથે તમે રહો છો, તે તમારાથી નારાજ રહી શકે છે. કાર્યસ્થળ પર બોસ દેવદૂત જેવો વ્યવહાર કરી શકે છે. આજે તમને જે કામ આપવામાં આવે તે તેમની આશા કરતા વધારે ફાયદો પહોંચાડી તેવું કરી શકો છો. આજે તમને તમારા જીવનસાથીની સારી એવી કદર થશે.
ધન રાશીફળ – બાળકો સાથેનો સમય ખુશી આપશે. ખર્ચામાં વધારો થશે, પરંતુ સાથે આવક સારી રહેતા સંતુલન જળવાઈ રહેશે. નોકરી બદલવામાં મદદગાર દિવસ છે. આજે તમારી વર્તમાન નોકરી છોડી કોઈ નવા ક્ષેત્રમાં જેમ કે માર્કેટિંગમાં જઈ શકો છો, જે તમારા માટે સારી રહેશે. છુપાયેલા દુશ્મનો અફવાહ ફેલાવી શકે છે, જેના કારણે ગર-સંસારમાં આગ લાગી શકે છે, જેથી સાવધાન રહેવું.
મકર રાશીફળ – આજે મન શાંતઅને તણાવ રહિત રહેશે. આજે રોમાંચક રહેશો, જે તમને આર્થિક ફાયદો કરાવશે. આજે ચિંતામુક્ત થઈ ખુશીથી દિવસ પસાર કરશો. નવી-નવી વસ્તુ શીખવાની તમારી આદત તમને મનોબળ પુરૂ પાડશે. જીવનસાથીવાદ વિવાદથી દુર રહેવું, બોલવમાં કોઈ ભૂલ થવાની સંભાવના છે. જે સબંધમાં કડવાશ ઉભી કરી શકે છે. આજનો દિવસ તમારી ધૈર્યતાની પરિક્ષા લેશે, ભવિષ્યની યોજના બનાવવા માટે સારો દિવસ છે.
કુંભ રાશીફળ – ભાગ-દોડવાળો દિવસ તમારા મગજને ખરાબ કરી શકે છે, મનને શાંત રાખવું. કોઈ નવો વિચાર આર્થિક રીતે પાયદો કરાવશે. વિવાદ, મતભેદ, કોઈની ભૂલને નજરઅંદાજ કરો. કાર્યસ્થળ પર કામનું દબાણ વધારે રહી શકે છે. મિજાજ પર કાબુ રાખવો, અને બોલવામાં મર્યાદા રાખવી, નહીં તો એક ભૂલ મોટુ નુકશાન કરાવી શકે છે. જીવનસાથી સાથે નાની-નાની વાતમાં વિવાદ પેદા થઈ શકે છે, જભ પર લગામ રાખવી.
મીન રાશીફળ – તળેલી અને બહારની વસ્તુ ખાવાથી બચવું. ભાગીદારી અને ચાલાકીભરેલી આર્થિક યોજનામાં રોકાણ ન કરવું. બાળકો અભ્યાસના મામલામાં નિરાશ કરી શકે છે. વિવાદાસ્પદ મુદ્દાઓ ઉઠાવવાથી બચવું, નહીં તો પછતાવવાનો વારો આવી શકે છે. તમે કોઈ પણ નિર્ણ લો તો પરિવાર સાથે શેર કરો, ફાયદો થશે. કામ પ્રત્યે નિષ્ઠાથી શાબાસી મળી શકે છે. આજે કોઈ મોટી ભૂલ થવાની સંભાવના છે, જે જીવન માટે ખરાબ સાબિત થઈ શકે છે, જેથી સાવધાન રહેવું.