રાજ્યમાં 3 દિવસના બ્રેક બાદ ફરી શનિવારથી વેકસીન પ્રકિયા શરૂ કરવામાં આવશે. ગત રાજય સરકાર બુધવારે મમતા દિવસ હોવાના કારણે વેક્સિન પ્રકિયા બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ રાજ્યમાં આરોગ્ય વિભાગે વેક્સિનની ભારે અછત હોવાના કારણે વધુ બીજા બે દિવસ વેક્સિન પ્રકિયા રાજ્યમાં બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. છેલ્લા 3 દિવસમાં રાજ્યમાં વેક્સિન પ્રકિયા બંધ રાખવામાં આવી હતી.
આવતીકાલે શનિવારથી વેકસીન પ્રકિયા શરૂ કરવાનો નિર્ણય કરી દેવામાં આવ્યો છે. જેના કારણે શનિવારે રાજ્યના 5000 જેટલા વેકસીન સેન્ટર પર મહાઅભિયાન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે..